પોલીસ અધિકારીની પત્નીની વિનઁતીઓ છતાં વેન્ટિલેટર બેડ નહીં આપતા ફ્લોર પર જ મોત

ભોપાલ: દેશમાં કોરોનાવાયરસ (CORONA VIRUS IN INDIA)ના રોગચાળાના બીજા મોજા (SECOND WAVE)માં દવાઅો, ઑક્સિજન (OXYGEN), વેન્ટિલેટર (VENTILATOR) કે હોસ્પિટલમાં પથારી (BED)ના અભાવે ઘણા દર્દઓના મોત (DEATH) નિપજવાના બનાવો દેશમાં બની રહ્યા છે આવા જ એક વધુ બનાવમાં મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં એક દર્દીનું વેન્ટિલેટર બેડના અભાવે હોસ્પિટલની ફરસ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આઘાતની વાત તો એ છે કે આ રીતે મૃત્યુ પામનાર માણસ એક સરકારી રેવન્યુ કર્મચારી હતો અને એક મહિલા પી.એસ.આઇનો પતિ હતો.

FILE PHOTO

આ બનાવ બુધવારે અશોકનગર જિલ્લાની એક હોસ્પિટલમાં બન્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેકટર અદ્રિયાના ભગત પોતાના પતિ કમલેશ ભગતને હોસ્પિટલમાં દાખલ કરાવવા આવ્યા હતા. કમલેશ ભગત મહેસૂલ વિભાગમાં કર્મચારી હતા અને તેમને કોવિડ-૧૯ થયો હતો. તેમનું ઓક્સિજનનું લેવલ પ૦ ટકાની આસપાસ જેટલું થઇ ગયું હતું જે ઘણું ભયજનક કહેવાય. તેમના પત્નિએ હોસ્પિટલ વાળાઓને બૂમો પાડી પાડીને વિનંતી કરી હતી કે તેમના પતિને વેન્ટિલેટર બેડ આપવામાં આવે પરંતુ કોઇએ તેમની વાત સાંભળી ન હતી. છેવટે તેમના પતિનું હોસ્પિટલના ફ્લોર પર જ મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ આ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને આ મહિલા પીએસઆઇને આશ્વાસન આપ્યું હતું અને તેમના પતિના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મોકલ્યો હતો. અશોકનગરના એસપીએ કહ્યું છે કે આ બનાવમાં દોષિતોને છોડવામાં નહીં આવે.

મધ્ય પ્રદેશના જ અગર માલ્વા જિલ્લાના એક દૂરના ગામની ચોંકાવનારી તસવીર આવી છે. અહીં બીમાર (શંકાસ્પદ કોરોના) લોકોની ખેતરમાં ઝાડ નીચે કથિત રીતે ઉંટવૈદો દ્વારા સારવાર થઈ રહી છે.

Related Posts