SURAT

સુરતમાં પકડાયેલા ISI એજન્ટને ઈન્ડિયન આર્મીની ખાનગી માહિતીઓ કેવી રીતે મળતી હતી?

સુરત(Surat) : પાકિસ્તાની (Pakistan) જાસૂસી સંસ્થા આઈએસઆઈના (ISI) એજન્ટ દિપક સાળુંકેને (DipakSalunke) એસઓજીએ કોર્ટમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી દિપકે રાજસ્થાનના પોખરણમાં જ્યાં 1998માં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું તે સ્થળના આર્મીની મુવમેન્ટ માટેના આર્મી ટેન્ક અને ટ્રકના ફોટો પણ આઈએસઆઈના એજન્ટ પાકિસ્તાન સ્થિત હામીદને પહોંચાડ્યા હતાં.

પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા

  • દિપકે જે ભારતીય આર્મીના મુવમેન્ટની માહિતી પાકિસ્તાનના કરાંચીમાં રહેતા હામીદને પહોંચાડી તે બદલ દિપકને 75,856 રૂપિયા મળ્યા છે. તે મોકલનાર વ્યકિતઓની માહિતી મેળવવાની બાકી છે?
  • હામીદને પાકિસ્તાનમાં સીમ કાર્ડ પહોંચાડ્યું છે કે નહીં તે જાણવાનું બાકી છે. સીમ કાર્ડ પહોંચાડ્યા છે તો કેટલાક સીમકાર્ડ કોના નામે કઈ રીતે હમીદને પહોંચાડ્યા છે.
  • દિપકને પાકિસ્તાનથી ક્રિપ્ટો કરન્સી મોકલવામાં આવી છે. તે કરન્સી ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચીને કુલ 21206 રૂપિયા મેળવ્યા છે. તે લાભ તેણે કયા કારણોસર મેળવ્યો છે તેની તપાસ કરવી છે.
  • દિપકે પોતાના મોબાઈલ ફોનમાં ભરત રાજપૂત નામના ફેક ફેસબુક એકાઉન્ટથી હવાલાની પ્રવૃત્તિ કરતા હુન્ડી સર્વિસ, હવાલા હુન્ડી,મની ટ્રાન્સફર આઈડી જેવા ફેસબુક ગૃપમાં જોડાયેલો છે. બે ગૃપમાંથી ફિલિપાઈન્સ અને દુબઈ ખાતે હવાલા મારફત નાણાકીય વ્યવહારો કર્યા હતા. જેથી દિપકે હવાલાથી કોની-કોની પાસેથી કેટલી રકમ કઈ રીતે મળવી છે તેની તપાસ કરવાની બાકી છે.
  • હવાલા પ્રવૃત્તિ દરમિયાન તે હામીદ સાથે સંપર્કમાં હતો આવી રીતે હવાલા પ્રવૃત્તિ દરમિયાન તે અન્ય કેટલા ગૃપમાં કોની-કોની સાથે જોડાયેલ છે તેની તપાસ કરવી છે.
  • દિપક રેગ્યુરલ વોટ્સએપમાં ભરત રાજપૂતના નામથી પાકિસ્તાની હામીદ સાથે સંપર્કમાં હતો અને બિઝનેસ વોટ્સએપમાં પ્રદીપ બીએસએફના નામથી હામીદ સાથે સંપર્કમાં હતો. રેગ્યુલર વોટ્સએપની ચેટિંગ દિપકે મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરી નાખી છે. વોટ્સએપ બેકઅપ લેવાનું છે.
  • દિપકના મોબાઈલમાંથી રેડિંગ એજન્સીને પાકિસ્તાની મોબાઈલ નંબર અને પાકિસ્તાન સ્થિત બેંક એકાઉન્ટની ડિટેઇલ મળી આવી હતી. તે મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની માહિતી મેળવવી છે.
  • દિપક અલગ-અલગ બેંકમાં અકાઉન્ટ ધરાવે છે કે શું તેની તપાસ કરવાની છે.
  • દિપક સાથે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયલા છે કે શું,અન્ય કોઈએ મદદ કરી છે કે શું તેની તપાસ કરવી છે.
  • આરોપી દિપકના મોબાઇલ નંબર અને પાકિસ્તાની એજન્ટ હામીદનો મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ મેળવી તેના આધારે તપાસ કરવી છે.
  • હામીદ સિવાય અન્ય કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા વ્યક્તિ કે સંગઠનો સાથે હાલના આરોપીનું કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે.
  • રાજસ્થાનના પોખરણમાં આર્મીના મુવમેન્ટ માટે આર્મી ટેન્ક અને ટ્રક વગેરેના ફોટો પાકિસ્તાનના હામીદને મોકલતો હતો. આ ફોટો તેને ક્યાંથી અને કઈ રીતે મેળવ્યા તેની તપાસ કરવાની છે.
સુરતમાંથી પકડાયેલો ISIનો એજન્ટ દિપક સાળુંકે.

આરોપી દિપક વતી કોઈ એડવોકેટ હાજર ન રહેતા કાનૂની સહાયમાંથી એડવોકેટ ફાળવાયો
એસઓજી દિપકને રિમાન્ડ માટે કોર્ટમાં લઈ આવી હતી. તે સમયે દિપક વતી કોઈ પણ એડવોકેટ હાજર રહ્યો ન હતો. તેથી તેના વતી દલીલો કરવા માટે કાનૂની સહાયમાંથી એડવોકેટ ફાળવવામાં આવ્યો હતો. તેના આધારે કાર્ટની કાર્યવાહી આગળ વધી હતી.

Most Popular

To Top