Entertainment

અનંત અંબાણી સલમાન ખાનને ઉંચકવા લાગ્યા, પછી શેરાને વચ્ચે આવવું પડ્યું, ફની વીડિયો વાયરલ

અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય મેગા પ્રી-વેડિંગ ઈવેન્ટમાં (Pre-Wedding Events) સ્ટાર્સની અલગ જ સ્ટાઈલ (Style) જોવા મળી હતી. સ્ટાર્સ પૂરા જોશમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બોલિવૂડના ત્રણેય ખાન દરેક ફંક્શનમાં જોવા મળ્યા હતા. સલમાન ખાન પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ ફંક્શનને સંપૂર્ણપણે એન્જોય કરતો જોવા મળ્યો હતો. સલમાન ખાને અનંત અંબાણી સાથે એકોનના ગીતો પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન એક ફની વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં અનંત અંબાણી સલમાન ખાનને ઉંચકી રહ્યો છે. અનંતની આ મજેદાર સ્ટાઇલે લોકોના દિલ જીતી લીધા હતા.

આ પ્રી-વેડિંગ ફંક્શનમાં અનંત અંબાણી સલમાન ખાનને ઉંચકી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમય દરમિયાન એકોનનું સંગીત પ્રદર્શન ચાલી રહ્યું છે. જોકે અનંત અંબાણી સલમાનને ઉંચકી શક્યો ન હતો. સલમાન અને અનંત અંબાણી બંને જોરથી હસી પડે છે. પછી સલમાન ખાનના બોડી ગાર્ડ શેરાને સ્ટેજ પર બોલાવવામાં આવે છે. શેરા સલમાનને ખૂબ જ આરામથી તેના ખોળામાં ઉંચકી લે છે. આ જોઈને અનંત અંબાણી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

સલમાન ખાન અને અનંત અંબાણી વચ્ચેની આ રમૂજી ક્ષણ ખૂબ વાયરલ થઈ રહી છે. બંને વચ્ચેનું બોન્ડ અદ્ભુત લાગે છે. જ્યારે શેરા સલમાનને પોતાના ખોળામાં ઉંચકે છે ત્યારે એકોન ડ્રમ પર જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને સાથે ઢોલીઓ ભાંગડા બીટ્સ વગાડવા લાગે છે. સલમાન પણ અનંત બંને સાથે ભાંગડા કરે છે. ત્યાં હાજર લોકો પણ આ ક્ષણને ખૂબજ એન્જોય કરે છે અને નાચવા લાગે છે.

Most Popular

To Top