National

અમૃતસર: ખેડૂત આંદોલન 169 દિવસ પછી સમાપ્ત : ટ્રેન સેવા ફરી શરૂ થઈ

છેલ્લા સાડા ત્રણ મહિનાથી દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન પંજાબથી રાહતના સમાચાર મળી રહ્યા છે. અમૃતસરમાં, કૃષિ કાયદાઓ વિરુદ્ધ, રેલ્વે પાટા પર બેઠેલા ખેડુતોએ ધરણાં સમાપ્ત કરી દીધાં છે અને ટ્રેક ખાલી કરી દીધા છે. મળતી માહિતી મુજબ ટ્રેનો રદ થતાં ખેડુતો અને વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી, તેથી ખેડુતોએ 169 દિવસ બાદ ધરણાંનું પ્રદર્શન સમાપ્ત કરવાનું નક્કી કર્યું. ત્યારે હવે ખેડૂત આંદોલન પણ સમેટાઈ ગયું હોય તેવા અણસાર દેખાય રહ્યા છે.

ખેડુતોએ અમૃતસરના જંડીયાલા રેલ્વે સ્ટેશનથી ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યા બાદ હવે અમૃતસરથી દિલ્હી જવાનો સીધો ટ્રાફિક શરૂ થઈ ગયો છે, જેનાથી મુસાફરો અને કુલીઓને રાહત મળી છે. ખેડૂતોના પ્રદર્શનને લીધે રેલવે વિભાગ દ્વારા ફક્ત થોડી જ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને તે પણ તરન તારન થઈને અમૃતસર પહોંચી હતી. આનાથી મુસાફરોને ઘણી અગવડતા રહેતી હતી, પરંતુ હવે ટ્રેનો ગતિશીલ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમૃતસર ડીસીએ જણાવ્યું હતું કે ગઈકાલે જંડીયાલાના રેલ્વે સ્ટેશન પરથી ખેડુતોનું આંદોલન સમાપ્ત થયા પછી, પેસેન્જર ટ્રેન એ રસ્તેથી શરૂ થઈ ગઈ છે જે અગાઉ તરન તારન આવતી હતી. અમૃતસરથી દિલ્હી સુધીની સીધી ગતિવિધિઓ શરૂ થતાં મુસાફરોએ રાહત અનુભવી છે. વળી, સ્ટેશન પર કામ કરતા મુસાફરોનો સામાન લઈ જનારા કુલીમાં ખુશીની લહેર છે. તેમનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી તેમનું કામ નહિવત્ હતું અને હવે ખેડુતોની હડતાલ પૂરી થયા બાદ વધુ ટ્રેનો દોડશે અને મુસાફરોના આગમન સાથે તેમનું કાર્ય પણ ઠીક થશે.

અમૃતસરમાં, ખેડૂતોએ રેલ્વે ટ્રેક ખાલી કરી દીધો હશે, પરંતુ દિલ્હીની સરહદે હજી પણ ખેડૂતોનો મેળો છે. ટિકારી બોર્ડર, સિંઘુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગયા વર્ષે નવેમ્બરના અંતથી ખેડુતો સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. તેમાંના મોટા ભાગના પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂત છે.

આંદોલનના 4 મહિના પૂરા થવા પર ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે.આ
દરમિયાન, ખેડૂત સંઘોએ તેમના આંદોલનના 4 મહિના પૂરા થવા નિમિત્તે 26 માર્ચે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા સામે ભારત બંધની હાકલ કરી છે. ખેડૂત નેતાના જણાવ્યા અનુસાર, 26 માર્ચ પહેલા 15 માર્ચે, ખેડુતો અને ટ્રેડ યુનિયન સંયુક્તપણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારા અને રેલવેના ખાનગીકરણનો વિરોધ કરશે. આ સમયગાળા દરમિયાન તેલ અને ગેસના વધતા જતા ભાવ સામે જિલ્લા મેજિસ્ટ્રેટ્સને મેમોરેન્ડમ આપવામાં આવશે. ખાનગીકરણ સામે દેશભરના રેલ્વે સ્ટેશનો પર દેખાવો યોજવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top