World

એસ્ટોનિયાના એરસ્પેસ નજીક દેખાયું રશિયન એરક્રાફ્ટ, બ્રિટન અને જર્મનીના ફાઇટર જેટ્સે કમાન સંભાળી

નવી દિલ્હી: કાળા સમુદ્ર (Black Sea) ઉપર રશિયાના (Russia) જેટ વિમાનોએ (Jat Plane) અમેરિકાના (America) ડ્રોન ઉપર હુમલો (Attack) કર્યો હતો તે ધટના બહાર આવતાની સાથે જ પશ્વિમના દેશો સાવધાન થઈ ગયા છે. ત્યારે હવે આ વચ્ચે એસ્ટોનિયાના એરસ્પેસ નજીક રશિયાના વિમાનને રોકવા માચે બ્રિટિશ અને જર્મનીના વિમાનોએ ઘેરો બનાવ્યો છે. જાણકારી મળી આવી છે કે આ ઘેરો એસ્ટોનિયાના એરસ્પેસમાં દાખલ થનારી તેમજ સંભવિત તમામ ખતરાને રોકવા માટે કરવામાં આવ્યો છે. બ્રિટન અને જર્મનીના ફાઇટર જેટ્સે આ કમાન્ડ સંભાળી હતી.

બ્રિટીશ સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે એસ્ટોનિયામાં એર ટ્રાફિક કંટ્રોલર્સ સાથે વાતચીત ન કરી શકતાં રશિયન વિમાનને એસ્કોર્ટ કરવા માટે બે નાટો વિમાનો મોકલવામાં આવ્યા હતા. આ રશિયન એરક્રાફ્ટ IL78 Midas હતું, જેનો ઉપયોગ એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે થાય છે. તેને એસ્કોર્ટ કરવા માટે બ્રિટન અને જર્મનીના એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા. બ્રિટિશ અને જર્મન બંને ફાઈટર પ્લેન નાટોના સંયુક્ત એર પોલીસિંગ મિશનનો ભાગ હતા. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેન્ટ પીટર્સબર્ગ અને કેલિનિનગ્રાડ વચ્ચે ઉડતી IL78 મિડાસને અટકાવવી એ તેમના નિયમિત કાર્યનો એક ભાગ હતો.

રશિયાના એક ફાઈટર પ્લેને મંગળવારે કાળા સમુદ્ર પર અમેરિકન સર્વેલન્સ ડ્રોનના પ્રોપેલરને નિશાન બનાવ્યું હતું, જેના કારણે અમેરિકી સેનાએ તેના ડ્રોનને આંતરરાષ્ટ્રીય જળસીમામાં નીચે લાવવું પડ્યું હતું. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને આ ઘટનાની જાણકારી આપી હતી. US યુરોપિયન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે રશિયન Su-27 ફાઇટર જેટ બ્લેક સી પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા અમેરિકન MQ-9 ડ્રોનને “અસુરક્ષિત અને અવ્યાવસાયિક રીતે વિક્ષેપ પાડ્યો હતો”.

Most Popular

To Top