Top News

વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાના ડોક્ટરોએ એક ડુક્કરનું હ્રદય માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું

બાલ્ટીમોર(Baltimore): તબીબી વિશ્વમાં પ્રથમ વખત ડોક્ટરોએ (Doctor) એક ડુક્કરનું (Pig) હ્રદય (Heart) એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કર્યું હતું જેથી તેનો જીવ બચી શકે, મેરીલેન્ડ હોસ્પિટલે સોમવારે કહ્યું હતું સર્જરીના 3 દિવસ બાદ તે દર્દીની તબિયત (Health) સારી છે.

ઓપરેશનથી દર્દીની તબિયત સારી રહેશે તે હજી જાણી શકાય નહીં પણ આ સર્જરીએ પ્રાણીઓના અંગનો ઉપયોગ જીવન બચાવવા માટેના ટ્રાન્સપ્લાન્ટમાં કરાશે તે માટેની દાયકાઓથી ચાલી રહેલી શોધમાં એક ડગલું આગળ વધાર્યું છે. યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના ડોક્ટરોએ કહ્યું હતું આનુવંશિક રીતે સુધારેલ પ્રાણીનું હ્રદય માનવ શરીરમાં તાત્કાલિક અસ્વીકાર થયા વગર કાર્ય કરી શકે છે.

  • ઓપરેશનના 3 દિવસ બાદ દર્દીની તબિયત સારી છે પણ આવનારા અઠવાડિયાઓ મહત્વપૂર્ણ છે
  • આનુવંશિક રીતે સુધારેલ પ્રાણીનું હ્રદય માનવ શરીરમાં તાત્કાલિક અસ્વીકાર થયા વગર કાર્ય કરી શકે છે

મેરીલેન્ડમાં રહેતાં 57 વર્ષીય ડેવિડ બેન્નેટ્ટને ખબર હતી કે આ પ્રયોગ કામ કરશે અથવા નહીં તે નક્કી નથી પણ તેઓ મૃત્યુની નજીક હતાં, સાથે જ માનવ હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓ પાત્રતા ધરાવતા ન હતાં અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, એમ તેમના પુત્રએ પત્રકારોને કહ્યું હતું. ‘આ કરો અથવા મરો ટ્રાન્સપ્લાન્ટ છે. હું જીવવા માગુ છું. મને ખબર હતી આ અંધારામાં તીર ચલાવવા જેવું છે, પણ આ મારો અંતિમ વિકલ્પ હતો’, એમ બેન્નટ્ટે સર્જરીના એક દિવસ પહેલાં કહ્યું હતું.

સોમવારે બેન્નેટ્ટે પોતાની જાતે શ્વાસ લીધો હતો જ્યારે તેમને હાર્ટ લંગ મશીન સાથે જોડાયેલા રાખવામાં આવ્યા હતાં જેથી તેમના નવા હ્રદયને મદદ મળે. આવનારા અમુક અઠવાડિયા મહત્વપૂર્ણ છે, બેન્નેટ્ટ સર્જરીથી સાજાં થઈ ગયા છે અને તેમનું હ્રદય કેવું કામ કરી રહ્યું છે તેની ડોક્ટરો દેખરેખ રાખી રહ્યા છે.

Most Popular

To Top