World

અમેરિકાઃ અલાબામામાં ટોર્નેડોના કારણે નવના મોત

નવી દિલ્હી: અમેરિકાના અલાબામા રાજ્યમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ટોર્નેડોમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. બચાવકર્તા ઓટોગા કાઉન્ટી અને મારબરી કાઉન્ટીમાં ઘરે-ઘરે જઈને મૃતકો અને ઈજાગ્રસ્તોને શોધી તેઓને રાહત આપી રહ્યા છે. આ ટોર્નેડોના કારણે અલાબામામાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અલાબામા વહીવટીતંત્રે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

અલાબામાના ઓટોગા, ચેમ્બર્સ, ડલ્લાસ, એલમોર અને તલ્લાપુસા વિસ્તારો ટોર્નેડોથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. મોન્ટગોમરી વિસ્તારમાં આવેલા ઓટોગા કાઉન્ટીને આ ટોર્નેડોમાં સૌથી વધુ નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં માર્યા ગયેલા નવ લોકોમાંથી સાત ઓટોગા કાઉન્ટીમાં જ મૃત્યુ પામ્યા છે. ઓટોગા કાઉન્ટીમાં નજીકના સેલમા શહેરમાં નુકસાનના કોઈ અહેવાલ નથી. રાજ્યના મોટા વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા છે. જ્યોર્જિયા, મિસિસિપી અને અલાબામામાં પાવર સિસ્ટમ પડી ભાંગવાને કારણે લોકોને લાઈટ વગર જીવવાની ફરજ પડી છે. અલાબામાના હાર્ટ્સફિલ્ડ-જેકસન એટલાન્ટા એરપોર્ટ અને શાર્લોટ ડગ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 250 થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી.

અહેવાલો અનુસાર, આ ટોર્નેડોથી 40-50 ઘરોને નુકસાન થયું છે. મોર્ગન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. ટોર્નેડોમાં 10 લોકો ઘાયલ પણ થયા છે.

.
જણાવી દઈએ કે ગયા વર્ષના અંતમાં અમેરિકાને પણ ભીષણ બરફના તોફાનનો સામનો કરવો પડ્યો હતો. આ તોફાન કેટલું ખતરનાક હતું, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર અમેરિકામાં આ હિમવર્ષામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તોફાનના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ વાવાઝોડાને પાછલી સદીમાં અમેરિકામાં સૌથી ખતરનાક તોફાન માનવામાં આવે છે.

Most Popular

To Top