SURAT

પુણા ગામમાં કૃથપથ પર નાઇટ્રોજન ગેસ રિફિલિંગ વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો: બે બાળકો સહીત ત્રણ ઘાયલ

સુરત : શહેરના પર્વત પાટિયા (Parvat Patiya ) મહાવીર મોબાઇલ સર્કલ નજીક આવેલા ફૂટપાથ (Footpath) ફુગ્ગા વેચીને રોજગાર રડતા શ્રમજીવીઓની સાથે રાખેલા નાઇટ્રોજન ગેસનો બાટલો ફાટવાની ઘટના ઘટી હતી. બાટલો ફાટવાને કારણે થયેલા બ્લાસ્ટથી ત્રણ જણા ઘાયલ થઇ ગયા હતા. ઘટના અંગેની સૂચના સ્થનિક પોલીસ ને મળી હતી જેને પગલે પોલીસ (Police) દોડતી થઇ ગઈ હતી.આ ઘટનામાં એક આધેડ અને બે કિશોર દાઝી જતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • બાટલો ફાટવાને કારણે થયેલા બ્લાસ્ટથી ત્રણ જણા ઘાયલ
  • પર્વત પાટિયા મહાવીર મોબાઇલ સર્કલ નજીક બન્યો હતો બનાવ
  • ઘટનામાં ઘાયલ થનાર પરિવારને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

નાઇટ્રોજન સાથે ચૂનો ભેગી કરતી વખતે બ્લાસ્ટ થયો હતો\
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પર્વત પાટિયા મહાવીર મોબાઇલ સર્કલ નજીક આવેલા ફૂટપાથ ઉપર રહેતું પરિવાર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવે છે.આજે મકર સંક્રાંતિનો પર્વ હોવાથી તેઓ પાસે ફુગ્ગા લેવા વાળાની સંખ્યા વધુ હતી.પરિણામે તેમની પાસેનો ગેસની બોટલ ખલાશ થઇ ગઈ હતી.દરમ્યાન આ બોટલમાં ગેસ રિફિલિંગ જરૂરી હોય તેને લઇને પરિવારના સભ્યો ગેસ રિફિલિંગની પ્રક્રિયામાં જોડાયા હતા જેમાં નાઇટ્રોજન ગેસ બનાવવા માટે કાર્બન પાણી અને ચૂનાનો ઉપયોગ કરતા જેમાં બોટલમાં પ્રેસર વધી જતા બોટલ બ્લાસ્ટ થતા ત્રણ વ્યક્તિઓને ઇજા થયેલ જેવોને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા 108 એમ્બ્યુલન્સ માં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનામાં ઘાયલ થનાર પરિવારને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
ઘટના સ્થળ ઉપર ગેસની બોટલ ધડાકા સાથે ફાટતા જોરદાર આવાજ આવ્યો હતો.જેને પગલે સ્થાનિકો અહીં એકત્ર ગયા હતા.સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતો.ઉપરાન્ત 108ને પણ જાણકારી આપવામાં આવી હતી.આ ઘટનામાં 40 વર્ષીય સાવંત વાઘરી,15 વર્ષીય કૈલાશ શંભુ વાઘરી અને 16 વર્ષીય ભાઈરાવસોવંત વાઘરીને ઇજાઓ થતા તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળનું પંચનામું કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..

Most Popular

To Top