SURAT

ફુલપાડાના ચર્ચાસ્પદ ભાદાણીએ કરોડો કમાઈ લીધા બાદ ફરી જતાં દિલીપે મારવા લીધો હતો!

સુરત: હેપ્પી હોમના (Happy Home) મુકેશ પટેલ અને મુકેશ સવાણી વચ્ચે થયેલી નાણાંકીય માથાકૂટ અને ખંડણીની (Extortion) ફરિયાદમાં (FIR) અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું હતું તે ભાદાણીનું (Bhadani) હતું. આ ભાદાણી કોણ તેનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો નથી પરંતુ આ ભાદાણી પણ ઉદ્યોગ જગત અને જમીનના ધંધામાં ભારે ચર્ચાતું નામ છે. આ ભાદાણીને તેના ભાગીદારો સાથે ક્યારેય બન્યું નથી. ભૂતકાળમાં વરાછામાં દિલીપ અને બોઘરા સાથેની તેની માથાકૂટ જગજાહેર છે.

  • મિત્રો સાથે વહેવાર કરી કરોડો કમાઈ લીધા બાદ ફરી જવામાં ભાદાણી માહેર
  • બોધરા સાથે પણ વહેવારમાં બાદમાં કરોડોના લોન કૌભાંડની ફરિયાદ ભાદાણીએ કરી હતી

કહે છે કે ભાદાણીએ વરાછાના દિલીપ સાથે જમીનના ધંધામાં કરોડોનો વહેવાર કર્યો હતો, આ વહેવારમાંથી કરોડોની કમાણી પણ કરી હતી પરંતુ બાદમાં આઈટીની (RT Raid) રેઈડ પડતાં ચિઠ્ઠીઓ પકડાઈ જતાં જે રકમ ભરવાની આવી તે રકમમાંથી ભાદાણીએ હાથ ઉંચા કરી દીધા હતા. ભાદાણીની આડોડાઈને કારણે દિલીપ ભારે અકળાયો હતો અને તેણે જે તે સમયે ભાદાણીને મારવા પણ લીધો હતો. દિલીપથી ભારે ગભરાતા ભાદાણીએ જે તે સમયે આગેવાનોને વચ્ચે નાખીને પોતાને બચાવી લીધા હતા પરંતુ તેમ છતાં આ હિસાબ હજુ પણ પુરો થયો નથી અને ભાદાણીને માથે દિલીપ નામનું જોખમ રહેલું જ છે.

Indian Penal Code, 1860: Special emphasis on Theft and Extortion

ભાદાણીએ કરોડો કમાઈ લીધા બાદ દિલીપ સાથે કરેલા દગાને કારણે આજે પણ આ માથાકૂટ ચાલુ જ રહેવા પામી છે. આ ઉપરાંત ભાદાણીને પોતાના બોધરા નામના મિત્ર સાથે પણ માથાકૂટ થઈ હતી. આશરે 100 કરોડથી પણ વધુની લોનની આ માથાકૂટમાં ભાદાણીએ પોલીસ ફરિયાદ કરી બોધરાને ફસાવી પણ લીધો હતો.

જોકે, બાદમાં બોધરાએ પણ ભારે લડત આપી હતી અને ભાદાણીને પણ પરસેવો લાવી દીધો છે. ફુલપાડા વિસ્તારમાં ઓફિસ ધરાવતા આ ભાદાણીની કામગીરી ભારે વિવાદાસ્પદ જ રહી છે અને તેને કારણે એક વખત મુકેશે તેનો કોલર પણ પકડી લઈ મારવા પણ લીધો હતો. ભાદાણીના અન્ય કારનામા પણ આગામી દિવસોમાં બહાર આવવાની સંભાવના છે.

Most Popular

To Top