Entertainment

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના રોમાંટિક ફોટો થયા વાયરલ, ચાહકોએ કહ્યું- થઇ ગયું કન્ફર્મ!

મુંબઇ: આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) અને અનન્યા પાંડે (Ananya Pandey) બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ ​​છે. ફરી એકવાર તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેના સિક્રેટ વેકેશનના રોમેન્ટિક ફોટોઝ સામે આવ્યા છે. જો કે આ મામલે હજી કપલમાંથી કોઇએ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ વાયરલ ફોટો (Viral) જોયા બાદ ફેન્સમાં તેમના રિલેશનશિપ વિશેની ચર્ચા ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે.

આદિત્ય અને અનન્યા પાંડેના હોલિડે ફોટા સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યા છે. આદિત્ય બ્લેક શોર્ટ્સ અને ટી-શર્ટમાં છે, જ્યારે અનન્યા પાંડે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં અભિનેતાએ અનન્યાને ગળે પણ લગાવી છે. તેઓ સાથે ક્વાલિટી ટાઇમ વિતાવી રહ્યા છે. આદિત્ય રોય કપૂર હાલમાં જ ‘ધ નાઈટ મેનેજર 2’માં જોવા મળ્યો હતો. આ સિરીઝ હિટ થયા બાદ તેઓ તેમની કથિત ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે સાથે વેકેશન પર ગયા હતા. મળતી માહિતી મુજબ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સ્પેનમાં વેકેશન મનાવી રહ્યાં છે. બંનેના કોઝી ફોટો જોયા બાદ ફેન્સ આ કપલના ઓફિશિયલ જોહેરાતની રાહ જોઇ રહ્યા છે.

તસવીરો શેર કરતાં લખ્યું- ‘બ્રાન્ડ ન્યૂ કપલ એલર્ટ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે લિસ્બનમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે.’

કોન્સર્ટમાં પણ ગયા હતા
અનન્યા પાંડેએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર આર્ક્ટિક મંકીઝ કોન્સર્ટના કેટલાક ફોટા શેર કર્યા છે. જોકે આ ક્લિપ્સમાં આદિત્ય જોવા મળ્યા ન હતા. પરંતુ બંને કપલના કોન્સર્ચમાં જવાના ફેન્સ સાથેના ફોટો ઘણા વાયરલ થયા છે. જે પરથી તેમના ચાહકોએ અંદાજો લગાવ્યો કે તેઓ કોન્સર્ટમાં પણ એકસાથે જ ગયા હતા. પરંતુ અનન્યા અને આદિત્યએ હજી સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.

Most Popular

To Top