Entertainment

શાહીદ કપૂરની ‘ફર્જી’ વેબસિરીઝના અભિનેતાનું નિધન થયું

નવી દિલ્હી: ભારતીય ફિલ્મ જગતના (Film Industry) પ્રખ્યાત કલાકાર, ગુજરાતી રંગભૂમિ, અને ટીવી સીરિયલ પ્રખ્યાત કલાકાર સમીર ખખ્ખરનું (Sameer Khakhar) દુ:ખદ અવસાન થયું છે. સમીર ખખ્ખરને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય તબીબી સમસ્યાઓ હતી. ગતરોદજ બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, ત્યાર બાદ તેમને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાતે 10 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે 10 વાગ્યે મુંબઈમાં બોરીવલી સ્મશાનમાં દિગ્ગજ અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભારતીય ટેલિવિઝનના શરૂઆતના દિવસોથી લોકોનું મનોરંજન કરનારા સ્ટાર્સ આજે પણ તેમના પાત્રોના નામથી પ્રખ્યાત છે. એ જ રીતે દૂરદર્શનના શો ‘નુક્કડ’ની (Nukkad) ખોપરી (Khopari) કોણ ભૂલી શકે. ત્યારે ખોપરીનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલા એક્ટર સમીર ખખ્ખરે 14 માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા.

90ના દાયકાના પ્રખ્યાત કલાકાર હતા
સમીર ખખ્ખર 90ના દાયકાની ફિલ્મોમાં જાણીતું નામ બની ગયું હતું. પરંતુ, થોડા સમય પછી, તેમણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું હતું. એટલું જ નહીં વર્ષ 1996માં તેમણે દેશ છોડીને અમેરિકામાં રહેવાનું શરૂ કર્યું હતું. જો કે, સમીર ખખ્ખર યુએસમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું ન હતું, તેના બદલે જાવા કોડર તરીકે નોકરી લીધી હતી.

નોકરીમાં મંદીનો માર પડ્યો
અમેરિકામાં કામ કરતી વખતે સમીર ખુશ હતા, પરંતુ વર્ષ 2008માં ત્યાં મંદી આવતાં તેણે નોકરી ગુમાવી દીધી હતી. એક ઈન્ટરવ્યૂમાં સમીરે કહ્યું હતું કે તે અમેરિકામાં રહીને ખુશ છે અને ત્યાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું નથી. આ જ કારણ હતું કે તેમણે એક્ટિંગ છોડીને અન્ય ફિલ્ડમાં હાથ અજમાવવો પડ્યો. વાતચીત દરમિયાન, સમીર ખખ્ખરે કહ્યું હતું કે જ્યારે તેઓ દેશમાં હતા ત્યારે પણ તેને કામ માટે ઑફર્સ મળતી ન હતી અને જે મળતી હતી તે સિરિયલ ‘નુક્કડ’માં ભજવેલા ખોપરીના પાત્રને મળતી આવતી હતી.

વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે સમીરે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત સીરિયલ ‘નુક્કડ’થી કરી હતી. તે પછી તેઓ દૂરદર્શનની સીરિયલ ‘સર્કસ’માં ચિંતામણિની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. સમીર ખખ્ખર ડીડી મેટ્રોની સીરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. આ સિવાય તેમણે સિરિયલ ‘સંજીવની’માં ગુડ્ડુ માથુરનો રોલ પણ કર્યો હતો. આ સિવાય તેમણે ‘હસી તો ફસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સમીર ખખ્ખર વેબ સિરીઝ સનફ્લાવરમાં પણ જોવા મળ્યા હતા. આ સાથે જ 90ના દાયકામાં ફિલ્મોમાં જાણીતા ચહેરા હતા અને તેઓ પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે, રાજા બાબુ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે ફર્ઝીમાં પણ જોવા મળ્યા હતા.

Most Popular

To Top