Gujarat

ઘટસ્ફોટ: સોખડાના ગુણાતીત સ્વામીએ આ કારણે કર્યો હતો આપઘાત, શિષ્યોને કહેતા..

વડોદરા: સોખડા હરિધામ(Sokhada Haridham)માં ગુણાતીત સ્વામી(Gunatit Swami)ના મૃત્ય(Death) અંગે ચોકાવનારો ખુલાસો થયો છે. ગતરોજ સ્વામીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ કેટલાક હરિભક્તોને તેઓનાં મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતા સ્વામીજીની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સંત ગુણાતીત સ્વામીના પાર્થિવ દેહનું પોસ્ટમોટર્મ કરવામા આવ્યું હતું. સિનિયર તબીબોની પેનલે પોસ્ટમોટર્મનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસનો રિપોર્ટ સુરતમાં મોકલવામાં આવ્યો હતો. સંત ગુણાતીત સ્વામીનો પાર્થિવ દેહને સોખડા ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.

આ રીતે ગુણાતીત સ્વામીના મૃત્યુનો ભેદ ઉકેલાયો
હરિભક્તોએ સ્વામીનાં મૃત્યુ મામલે DSPને રજૂઆત કરી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સ્વામીના મૃત્ય અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના મૃત્યુનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે પોતાના રૂમમાં જ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવતા હરિભક્તોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના CCTV ફુટેજ કબ્જે લીધા હતા. આ ઉપરાંત પોલીસે કોઈ ગુનાહિત કાવતરું હતુ કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

પ્રભુ પ્રિય સ્વામીએ પોલીસ સામે કર્યો પોતાનો બચાવ
પોલીસે સ્વામીના આપઘાત મામલે પ્રભુ પ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો તેમજ મંદિરના સેવકોની પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછમાં પ્રભુ પ્રિય સ્વામીએ ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત છુપાવ્યાનો દાવો કરી પોલીસ સામે પોતાનો બચાવ કર્યો હતો. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યુ છે. તેઓ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારમાં પાછા ફરવાનું કહી ચૂક્યા હતા.

ગુણાતીત ચરણસ્વામી સરળ સ્વભાવના હતા
ગુણાતીત ચરણ સ્વામીએ વર્ષ ૧૯૭૯માં દીક્ષા લીધી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સોખડા હરિધામ મંદિરમાં તેઓ સેવા કરી રહ્યા છે. સ્વભાવે ખૂબ જ સરળ અને ભક્તિભાવમાં માનતા સંત ગુણાતીત સ્વામી હરિ પૂજા સાથે લોકોની સેવાને સદાય પ્રાથમિકતા આપતા હતા ત્યારે તેમના રહસ્યમય નિધનથી હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

સંતે ઝેર પીધું છે કે કેમ તે માટે વિસેરા સુરત લેબ મોકલાયા
સોખડા મંદિરના સંત ગુણાતીત સ્વામીએ ઝેર પીધું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે આ મામલે તાલુકા પોલીસ કોઈ પણ પ્રકારનું કાચુ કાપવાના મૂડમાં નથી તમામ આક્ષેપો નો જવાબ મળી રહે તે માટે પોલીસે સંત ગુણાતીત સ્વામીના વિસેરાને સુરત લેબ ખાતે મોકલી આપ્યા છે જેથી સંતે ઝેર પીધું છે કે નહીં તે પણ જાણી શકાય.

Most Popular

To Top