Dakshin Gujarat

ઉમરગામમાં રેલવે ટ્રેક પર પથ્થર મૂકી બાંદ્રા- વાપી પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

વાપી : ઉમરગામ (Umargam) રેલવે સ્ટેશન (Railway Station) પાસે ટ્રેક પર કોઈ ટીખળખોરે પથ્થર (Stone) મૂકી દેતા બાંદ્રા- વાપી પેસેન્જર (Bandra-Vapi passenger) ટ્રેનના એન્જિન સાથે પથ્થર ટકરાયો હતો. પથ્થર ટકરાવાને કારણે ટ્રેનના એન્જિનનું કેટલ ગાર્ડ તુટી ગયું હતું. જોકે વધુ નુકશાન થયું ન હતું. ટ્રેનના ડ્રાઇવરે જાણ કરતા વાપી આરપીએફના અધિકારીઓ બનાવ સ્થળે ધસી ગયા હતા. તેમની સાથે ઉમરગામ રેલવે સ્ટેશન માસ્તર પણ પહોંચ્યા હતા. આરપીએફ દ્વારા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ આપી રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેનના એન્જિન સાથે પથ્થર ટકરાતા એન્જિનનું કેટલ ગાર્ડ તુટી ગયું
  • આરપીએફએ અજાણ્યા સામે ફરિયાદ આપી રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


ઉમરગામ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર કોણે પથ્થર મૂકયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં રેલવે પોલીસે આઇપીસી ૩૩૬ તેમજ રેલવે અધિનિયમની કલમ ૧૫૨ હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધ્યો છે. વાપી રેલવે પોલીસ દ્વારા નોંધવામાં આવેલા આ ગુનામાં રેલવેની સંપત્તિને નુકશાન કરીને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને શારીરિક સલામતી જોખમમાં મૂકવાના ગેરકાયદેસરના કૃત્ય માટે ગુનો નોંધ્યો છે. આરપીએફ વાપીના રાકેશકુમાર શર્માએ આ ફરિયાદ લખાવી છે.

રેલવે પટરીની આસપાસ ગાંજો વેચતો વોન્ટેડ શેટ્ટી ઝડપાયો
સુરત: શહેરમાં હાઈવે પરથી રિક્ષામાં ગાંજો ઘુસાડતી વખતે બે દિવસ પહેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંજાનો આ જથ્થો કતારગામ ખાતે રહેતા શેટ્ટીને સપ્લાય થવાનો હતો. એસઓજી પોલીસે ગુરૂવારે શેટ્ટીને ઝડપી પાડ્યો હતો. શેટ્ટી રેલવે પટરી ઉપર જઈને કારખાનામાં ગાંજો વેચતો હતો.

એસઓજીની ટીમે અરવિંદકુમાર ઉર્ફે પિંટ રામચંદ્ર પ્રજાપતિ (ઉ.વ.૩૫, રહે. ઘર નં.૩૧૭ ગીતગુંજન સોસાયટી, પાલીગામ સચીન તથા મુળ જૌનપુર, ઉત્તરપ્રદેશ)ને શહેરમાં રિક્ષામાં સંતાડી લાવતા ગાંજાની ડિલિવરી આપે તે પહેલા ઝડપી પાડ્યો હતો. આ અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 26 તારીખે શહેરની બહાર હાઈ-વે ઉપર ચોરી છુપીથી ગાંજાની ડિલેવરી લઈ તે ગાંજો ઓટોમાં સુરતમાં ઘુસાડતા એસઓજીએ ઝડપી પાડ્યો હતો. 91.469 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી કુલ 10.24 લાખની મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પુછપરછ કરતા આ ગાંજાનો જથ્થો શહેરમાં અશ્વીનીકુમાર ખાતે રહેતા આરોપીને આપવાનો હતો. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે વોન્ટેડ આરોપી બલરામ ઉર્ફે હિન્ના નિબાસી શેટ્ટી (ઉ.વ.૨૩ રહે. અંબાજી મહોલ્લો ઉત્કલ નગર સુરત તથા મુળ ગંજામ, ઓડીશા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે કતારગામ અશ્વીનીકુમાર ખાતે આવેલા રેલવે પટરી ઉપર ઉભો રહી આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં ગાંજો વેચતો હતો. જેથી પોતે અન્ય વોન્ટેડ આરોપી પાસેથી ગાંજો મંગાવતો હતો. તેણે અરવિંદકુમાર તેની રિક્ષામાં કડોદરા ચાર રસ્તા ખાતે ગાંજો ભરી આપ્યો હતો. તે રિક્ષા લઈ ગાંજો શેટ્ટીને આપવા આવતો હતો.

Most Popular

To Top