Dakshin Gujarat Main

વીઆઈએ દ્વારા હાલની અને આગામી કોવિડ પરિસ્થિતિને લઈને રિવ્યુ બેઠક યોજાઇ

vapi : છેલ્લા થોડા દિવસોથી વાપી ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોના ( corona cases) ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ( VIA ESIC COVID CARE CENTER ) માં ઘણા બધા દર્દીઓને સફળતા પૂર્વક ઈલાજ કરી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને અત્યારે ફક્ત 3 જ દર્દીઓ ( COVID CARE CENTER) માં દાખલ છે, જેને પણ હાલમાં ઓક્સિજન સપોર્ટ ( oxygen support) ની જરૂર નથી પડતી.

VIA ESIC COVID CARE CENTERની હાલની પરિસ્થિતિ અને આવનાર દિવસની કામગીરીની ચર્ચા કરવા માટે એક રીવ્યુ મિટિંગનું આયોજન VIAમાં સાંજે 4 કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ, VIA ESIC COVID CARE CENTER ના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિ, VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રા,માનદ મંત્રી સતિષ પટેલ, ખજાનચી હેમાંગ નાયક, સહમાનદ મંત્રી કલ્પેશ વોરા, VIAના એડવાઈઝરી બોર્ડ મેમ્બર રજનીશ આનંદ, VIAના એક્સીક્યુટીવ કમિટી મેમ્બર્સ કમલેશ પટેલ, સુરેશ પટેલ, હેમંત પટેલ, તુષાર શાહ, મેહુલ પટેલ, જોય કોઠારી અને જતીન મોનાની હાજર રહ્યા હતા. આ મિટિંગમાં VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ VIA ESIC COVID CARE CENTER ઉભું કરવા માટે વલસાડ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તથા પારડી ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘ અને VIA ESIC COVID CARE CENTER ના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞેશ પ્રજાપતિનો તેમના કાર્ય માટે સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટિલ આ VIA ESIC COVID CARE CENTER ની મુલાકાત દરમ્યાન તેની ખુબજ પ્રશંસા કરી હતી. આ વિષયમાં ચર્ચા વિચારણા પછી ડૉ.એચ.પી.સિંઘના સલાહ સૂચન અનુસાર VIA ESIC COVID CARE CENTER નું કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા નોડલ ઓફિસરના નિર્દેશ અનુસાર COVIDની આવનાર સંભવિત ત્રીજી વેવ ( third wave) દરમ્યાન દર્દીઓને જરૂરતમંદ બધી સુવિધા મળે તેની તૈયારી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને VIAની સંપૂર્ણ ટીમે તેમાં પૂરો સાથ સહકાર આપવા સંમતિ આપેલ છે. જેમાં Bi PAP મશીન, વેન્ટિલેટર જેવી સુવિધા પણ આવનાર દિવસોમાં ઉભી કરવાની ઈચ્છા જાહેર કરેલ હતી.


આ મિટિંગ દરમ્યાન વાપીના THE ELITES નામની NGO દ્વારા VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘને VIA ESIC COVID CARE CENTER માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું, જે માટે હાજર તમામ સભ્યો દ્વારા THE ELITES ના ગિરીશ ખુંપચંદની અને સુનિલ ચૌહાણ તથા THE ELITES ના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

Most Popular

To Top