Charchapatra

આપણા આનંદ પર તરાપ

આપણા દેશમાં જ નહીં, વિશ્વ આખામાં સિઝનલ પર્યાવરણપ્રેમીઓની ખોટ નથી. રંગેચંગે ઉજવાતો ઉત્તરાયણનો તહેવાર ચાર્મ ગુમાવી રહ્યો છે. કદાચ ફટાકડા વગરની દિવાળીની જેમ પતંગ વગરની ઉત્તરાયણનાં સૂત્ર પણ ગાજવા માંડે તો નવાઈ નહીં.  દિવાળીના તહેવાર વખતે લાઈટિંગ, દીવા કે રંગોળી ઉપરાંત ફટાકડા ફોડવા એ મસ્ટ ગણાતું. દેશની ગ્રીન ટ્રિબ્યુનલો પ્રાણીપ્રેમીઓ અને કટ્ટર ડાબેરીઓ ફટાકડા વિરુધ્ધ આંદોલન ચલાવીને પ્રતિબંધિત કરીને જ જંપ્યા. દિવાળીમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે. એમાંથી ઘણાં પોતાની ડીઝલ મોટરકારોનો બેફામ વપરાશ કરતાં ખંચકાતાં નથી. સરકારો અને ન્યાયતંત્ર પણ આવા ફેશનેબલ ચળવળિયાઓને ધ્યાનથી સાંભળે છે.

મુંબઈ જેવાં શહેરોમાં ખૂબ જરૂરી એવી મેટ્રો ટ્રેન સેવા માટે જ્યારે વૃક્ષો કપાયાં ત્યારે એમને સામાન્ય મુંબઈવાસી કરતાં થોડાં વૃક્ષોની ફિકર વધુ સતાવે છે. આ પર્યાવરણવાદી ચળવળ વિકસિત દેશોમાંથી શરૂ થઈ છે. જ્યાં બધાનાં પેટ ભરેલા છે. પર્યાવરણની ચળવળ એક મોટું તૂત છે. ધુળેટી પણ આપણે પહેલાં જેટલી ઈન્ટેન્સીટીથી રમીએ છીએ. રંગના કેમિકલ, પાણીનો બગાડ જેવાં કારણો આગળ કરીને હવે ધુળેટી પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કેટલાંક કરી રહ્યાં છે. લાકડાના બગાડને બહાને હોળી પ્રાગટય પણ કદાચ બંધ કરાય.

  ધ્વનિ પ્રદૂષણનું કારણ ધરીને ભવિષ્યમાં નવરાત્રિ પર પ્રતિબંધ મૂકવાની પી.આઈ.એલ. થાય. વળી કેટલાંક સોગિયાઓ સ્ટે લઈ આવે તો નવાઈ પામવા જેવું નથી. દરેક દેશ, રાજ્ય, જ્ઞાતિ, સમાજ કોમ માટે આનંદની વ્યાખ્યા અલગ છે. આપણે બાપુના ગુજરાતમાં છીએ. બિયર, વ્હસ્કી, પબ, ડિસ્કો થેક કેસિનો ઘોડા રેસની મઝા વિશે વિચાર કરવો પણ ગુનો છે. ગુજરાતનાં સત્તાધીશોને નિર્દોષ આનંદ શબ્દ ખૂબ ગમે છે. તીન પત્તીના જુગારથી તાડીશુ ઘીની વાત સાંભળીને આત્મા દુભાઈ જાય. તહેવારોમાં અસંખ્ય બકરાં મરઘાં ક્યાંય એની સામે કેમ્પેન ચલાવવાની હિંમત તેઓ કરી શકતા નથી.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગાય આપણી આપેલી રોટલી ન ખાય?
શહેરમાં ખાસ કરીને મંદિરોની આસપાસ ગાય બાંધેલી હોય. સાથે ઘાસના પૂળા વેચનાર હાજર જ હોય. જો તમે ઘરેથી રોટલી-ભાખરી લઈ જાવ અને ગાયને સ્વહસ્તે ખવડાવવા ઈચ્છો તો અશક્ય છે. એક ગંદુ તગારું બાજુમાં પડ્યું હોય તેમાં જ ભાખરી-રોટલી નાખવાની. વળી સાથે ઊભેલ રખેવાળ સૂચના આપશે ‘‘તમે રોટલી તગારામાં નાખી દો એ ગાય નહિ ખાય! એ વ્યક્તિની ગેરહાજરીમાં મેં ગાયના મોં માં રોટલી મૂકી તો આરામથી ખાઈ ગઈ. ઘાસનો પૂળો 10 રૂપિયાનો એક મળે. નહિ ખાધેલું ઘાસ એકઠું કરી કરી ઉપયોગમાં લેવાય. જો રોટલી ખાઈ ગાય ધરાઈ જાય તો ઘાસ ખાય નહિ. ખપે નહિ. કારણ આવું મળે. પોલીસજીપ આવે ત્યારે પતાવટ શ્રેષ્ઠ ઉપાય. માતા ગણાતી ગાયની બાબતે પણ છેતરપિંડી!
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top