Charchapatra

મેળાપક કરાવો, પછી પરણો

મેળાપક શબ્દ ખાસ કરીને નવયુવક અને કન્યાનાં લગ્ન-વિવાહ કરવામાં ખાસ વપરાય છે. લગ્ન-વિવાહ કરતાં પહેલાં યુવક અને યુવતીની કુંડળીને મેળવવામાં આવે છે. ક્યારથી કુંડળીઓ મેળવવાનું શરૂ થયું તે જાણવામાં નથી આવ્યું. દ્રૌપદીની પાંડવો સાથેની કુંડળી મેળવી હોય તે પણ જાણવામાં આવ્યું નથી. કુંડળી મેળાપક એ જ્યોતિષનો વિષય છે. ઘણાં ગોરમહારાજો સંપૂર્ણ જ્યોતિષ જાણતાં હોતા નથી એટલે યુવક-યુવતીની રાશી તથા ગુણાંક-દોકડા મેળવી આપે છે અને લગ્ન થાય છે. કોઈ કુટુંબ કે માતાપિતા જ્યોતિષ પાસે મેળાપક કરાવવા જતાં નથી એટલે ફક્ત રાશી-દોકડા મેળવવાથી એમાં ઘણી અધૂરપ રહી જાય છે. એટલે લગભગ પચાસ ટકા મેળાપક કરીને કરેલાં લગ્નો નિષ્ફળ જતાં જોવામાં આવે છે. જ્યોતિષની સાચી દૃષ્ટિએ યુવક-યુવતીની કુંડળીઓ મેળવવામાં ફક્ત રાશી અને દોકડા ન જોતાં બે માત્ર બીજી વાતો પણ જોવી પડે છે. એકલી રાશી કુંડળી મેળવવાથી શુભ પરિણામો આવતાં નથી. જ્યોતિષમાં બે કુંડળીઓ મુખ્ય હોય છે જેને લગ્ન કુંડળી અને રાશી કુંડળી એમ કહેવામાં આવે છે. એમાં લગ્ન કુંડળી મુખ્ય રીતે મેળવવી જોઈએ અને રાશી કુંડળી બીજા નંબરમાં મેળાપકમાં આવે છે. લગ્ન એટલે કુંડળીનું પ્રથમ સ્થાન. એમાં વ્યકિતનું સમગ્ર વ્યકિતત્વ સ્વભાવ વગેરે જોવા મળે છે. કુંડળીમાં પાંચમું મેળાપક સ્થાન લગ્ન ક્યારે થશે તે સમય બતાવવાનું હોય છે. જ્યારે આપણે ત્યાં લગ્નની રાશી તથા પાંચમા, નવમા અને અગિયારમા સ્થાનની રાશીઓનો મેળાપક કરવામાં આવે છે તે સાચી રીત જોવામાં આવી નથી. ખરેખર સાચી રીતે ચોથા, સાતમા અને દશમા સ્થાનની રાશીઓ સાથે મેળાપક કરવો જોઈએ. કુંડળીઓમાં એકબીજાની ઘાતક કુંડળીઓ પણ હોય છે તેને પણ જોવી જોઈએ. છૂટાછેડાનો યોગ આ ઘાતક કુંડળીઓ લાવે છે. લગ્ન કુંડળીમાં સાતમું સ્થાન પતિ કે પત્નીનું સ્થાન ગણવામાં આવે છે. રાશીઓમાં કર્ક, વૃશ્ચિક અને મીન આ ત્રણ રાશીઓવાળાને ખરેખરી રીતે જોતાં વિવાહ-લગ્ન કરવાનું ના પાડવામાં આવે છે એના કારણમાં આ ત્રણે રાશીવાળા ખૂબજ જીદ્દી સ્વભાવના હોય છે અને પોતાનું ધાર્યું જ કરે છે. એટલે આ કુંડળીવાળાઓની પત્નીઓ-પતિઓ મેળાપક કરીને કરેલાં લગ્ન-વિવાહ પછી પણ દુ:ખી થાય છે અને બન્નેનું લગ્નજીવન નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે લગ્ન-વિવાહ કરતાં પહેલાં જ્યોતિષ પાસે કુંડળીનાં મેળાપક કરાવવાં જોઈએ.
પોંડીચેરી          – ડો. કે.ટી.સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉનાળાની ગરમી
ઉનાળો શરૂ થઇ ચૂકયો છે એટલે ઠંડુ પાણી, ઠંડાં પીણાં જરૂરી થઇ પડે છે. ગરમીથી બચવા ઘરે સ્વયં બનાવેલા ઠંડા લીંબુના સરબત, કાચી કેરીનું શરબત, ફળોમાંથી ઘરે જાતે જ જયુસ બનાવી, ઘરે બનાવેલી છાશ, ટૂંકમાં ઘરે સ્વયં બનાવેલા શરબત, જયુસ છાશ આપણા શરીરને ખૂબજ ફાયદારૂપ બની રહે છે. નજીવા ખર્ચમાં શુધ્ધ અને શરીર માટે તથા ખર્ચની દૃષ્ટિએ આશીર્વાદરૂપ બને છે, જેમાં કાર્બન ડાયોકસાઇડનો ઉપયોગ પણ નથી થતો એટલે શરીરને ફાયદાકારક રહે છે. જેમ કે ફાસ્ટ ફુડના બદલે ઘરે જ બનાવેલા પૌષ્ટિક ખોરાક જેમ કે ભાજીવાળી રોટલી, દહીંની લસ્સી કે છાશ, બાળકોને પણ સ્કૂલે જતા નાસ્તાના ડબ્બામાં ઘરે બનાવેલા પૌષ્ટિક આહાર આપવામાં આવે તો બાળકો પણ સ્વસ્થ રહેશે. ડાયાબીટીસનાં દર્દીઓને છાશથી ફાયદો થાય છે. પણ છાશ ઘરે બનાવેલી હોવી જરૂરી છે. બાળકોને ખજૂર, ભાજીનાં મુઠીયાં, ભાજીની રોટલી ઘરે બનાવેલા પરોઠા જેવી વાનગી બાળકોને લંચ બોક્ષમાં આપવા જોઇએ તો બાળકને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉપયોગી નીવડશે. જેને દૂધ ના ભાવે તેને દહીં પણ ઉપયોગી ફાયદાકારક છે.
વડોદરા  – જયંતીભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જંકફુડનું વળગણ, મમ્મીઓની આળસ
આપણી માતાઓ હંમેશાં બાળકોને ભાવે તેવાં જીરામીઠાની પુરી, સકરપારા, ગોળ પાપડી, મેથીના થેપલાં, સંતાનો હોંશે હોંશે ખાતાં. હકીકતમાં આવા નાસ્તા પૌષ્ટિક પણ રહેતા. ગળા શકરપારા પણ બાળકોની ફરમાઈશ પૂરી કરતાં. ચાલીને નહીં પણ દોડીને શાળાએ જતા જે સ્ફૂર્તિ તે જમાનાના વિદ્યાર્થીઓની હતી તે આજે જરાયે નથી. આવક વધતી ગઈ, સાયકલ (કસરત) ભુલાઈ ગઈ. નાકા પર જવું હોય તો માતાઓ ફુલાય છે. જો મારા લાલાને સ્કુટર પણ આવડે છે. હકીકતમાં મોટાઈ, દેખાદેખી અને વધતી જતી આવક માસુમ બાળક અસાધ્ય રોગના ભોગ બને છે.
રાંદેર   – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top