Business

મિ. પર્ફેક્શનિસ્ટ આમિરનું પ્રેમજીવન આટલું ઇમપર્ફેક્ટ કેમ?

આમીર ખાનની ઓળખ મિસ્ટર પર્ફેકટનિસ્ટની છે પણ ફિલ્મ મેકીંગ પૂરતી. સ્ત્રી સંબંધો બાબતે તે કયારેય પર્ફેકટ પૂરવાર નથી થયો. કયારેક થાય કે તેને પદ્મશ્રી અને પદ્મવિભૂષણના સન્માન અપાયા છે તે પાછા ખેંચાવા જોઇએ. ફિલ્મ સ્ટાર તરીકે તે જાહેરજીવન જીવે છે અને કરોડો ચાહકો તેના જાહેર વર્તનથી સારી-ખરાબ રીતે પ્રભાવીત થાય છે. રાજ કપૂર, અમિતાભ બચ્ચન જેવા તેમના બીજા સ્ત્રી સંબંધમાંથી પાછા વળેલા કારણ કે તેમાં તેમને જાહેર જીવનનાં વ્યકિત તરીકે પોતાના તરફથી ખોટું થતું જણાયેલું. અત્યારે સલમાનની ઓળખ મોટા લફરાબાજની છે પણ તે પરણ્યો નથી એટલે કોઇ તેની એક સીમાથી વધુ ટીકા કરતું નથી.

શાહરૂખ પણ પ્રિયંકા ચોપરાના ગળાબૂડ પ્રેમમાં હતો પણ પાછો વળેલો. સૈફ અલી ખાન અમૃતા પછી અને કરીના પહેલાં વિદેશી સ્ત્રીના પ્રેમમાં હતો. આમીર ખાન સ્ત્રીઓ બાબતે પોતાને કયારેય નિયંત્રણમાં રાખી નથી શકયો અને વારંવાર અનૈતિક આચરણ કરી ચૂકયો છે. ફિલ્મ જગતમાં જો કે ‘અનૈતિક’ શબ્દને માનથી જોવાતો નથી. ત્યાં જાહેર અને છૂપા સંબંધો ચાલ્યા જ કરે છે. આમીર રીના દત્તા સાથે પરણેલો તે પ્રેમ લગ્ન જ હતા. ત્યારે આમીર હજુ ફિલ્મોમાં આવવા મથી રહયો હતો અને રીના તેના ઘરની પાછળના વિસ્તારમાં જ રહેતી હતી.

પ્રેમ પછી પરણી ગયા ને રીનાએ આમીરના જીવનમાં ઘણું પ્રદાન કર્યું. પરંતુ ‘કયામત સે કયામત તક’માં જુહી ચાવલા સાથે કામ કર્યા પછી બંનેના સંબંધ એવા વિકસેલા કે તે વખતે જ રીના સાથે ડાયવોર્સ થયા હોત પણ આમીરે ત્યારે લગ્ન સાચવી લીધેલા પરંતુ સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ એવું કે ‘ગુલામ’ ફિલ્મ વખતે તે બ્રિટીશ પત્રકાર જેસિકા હાઇન્સના ‘પ્રેમ’માં પડેલો. જેસિકા અમિતાભ પર ‘ધ બીગ બી: બોલીવુડ, બચ્ચન એન્ડ મી’ પુસ્તક લખવા આવી હતી અને આ પ્રકરણ સર્જાયેલું. આમીર અને જેસિકા તે વખતે લિવ ઇન રિલેશનશીપમાં રહેલા અને જયારે જેસિકા ગર્ભવતી થઇ તો આમીરે કહેલું કે એવોર્શન કરાવી નાંખ નહીં તો આપણા સંબંધ ખતમ થયા સમજજે. જેસિકાએ સંબંધ પૂરોકર્યો પણ બાળકને જન્મ આપ્યો.

તેનું નામ તેણે ‘જાન’ આપ્યું કારણ કે આમીર આ જેસિકાને ‘જાન’ કહી સંબોધતો હતો. તમે આ ‘જાન’ના એટલેકે જેસિકાના દિકરાના ફોટા જોશો તો બિલકુલ આમીર જેવો દેખાશે પણ કિરણ રાવ પહેલા એક સંબંધ પ્રિટી ઝિન્ટા સાથે પણ છે. ‘દિલ ચાહતા હૈ’ વખતે આમીર તેની સાથે એટલો નિકટ આવેલો જેટલો જેસિકા સાથે. બંને લગ્ન કરવાના હતા અને કહેવાય છે કે કિરણને કારણે નહીં પ્રિટી સાથેની પ્રિતીને કારણે રીના દત્તા સાથેના સંબંધ પર કાયમી બ્રેક લાગી ગયેલો. આ વાત ‘દિલ ચાહતા હે’ વખતની છે પણ ‘દિલ હે કી માનતા નહીં’ વખતે પૂજા ભટ્ટ સાથે પણ તેઓ એવો જ નિકટ આવેલો. આમીરનું એવું કે તક મળે તો છોડે નહીં પણ લાંબો સમય માટે પકડે ય નહીં.

પ્રિટી ઝિન્ટા ગઇ ત્યારે રીના સાથે ડાયવોર્સ થઇ ચુકેલા હતા. મતલબ કે ખાલી હતો અને ‘લગાન’માં આસુતોષ ગોવારીકરને દિગ્દર્શનમાં આસિસ્ટ કરતી કિરણ રાવની જોડે એટલો નિકટ આવ્યો કે જુહી, જેસિકા, પૂજા, પ્રિટીને ન પરણી શકેલો કિરણને પરણી ગયો. રીના સાથે 16 વર્ષના લગ્ન દરમ્યાન જૂનેદ અને ઇરા નામના દિકરા-દિકરીનો પિતા થયેલો આમીર કિરણ સાથેના સંબંધથી આઝાદનો પિતા થયો. (આ નામ મૌલાના આઝાદ પરથી રાખેલું કારણ કે તેમની સાથે કુટુંબનાતો છે) હવે કિરણને ય છોડી દીધી છે ને વિત્યા 3-4 વર્ષથી ફાતિમા સના શેખ સાથેના સંબંધ તો ચર્ચાયા જ કરે છે.

હવે ફાતિમા સાથે પરણશે કે નહીં તે ખબર નથી. ફાતિમા અત્યારે 29 વર્ષની છે ને આમીર 56 વર્ષનો. પણ ઉંમર જેવી બાબત અહીં હોતી નથી. ફાતિમાને ‘દંગલ’ પછી ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘લુડો’, ‘સુરજ પે મંગલ ભારી’, ‘અજીબ દાસ્તાન્સ’ ને હવે આવી રહેલે બે ફિલ્મો પણ આમીરના કારણે મળી હોવાનું ચર્ચાતું રહે છે. આમીર જ તેને મુંબઇમાં ફલેટ લઇ આપ્યોની ય ચર્ચા છે. આમ છતાં આમીર તેની સાથે નિકાહ પઢશે જ એવું નહીં કહી શકાય. અત્યારે તો કિરણ સાથેના છૂટાછેડાથી મળેલી બદનામીથી છૂટવા તે પૂરા પ્રયત્ન કરી રહયો છે. ફિલ્મ જગતમાં ઋતિક રોશન પણ છૂટાછેડા પછી સુઝાનની સાથે જ હોવાની સુફીયાણી વાતો કરે છે પણ ફરી પરણી નથી જતા. તમે જો વિચારતા હો કે તેના ત્રણ સંતાનો પિતા વિશે શું વિચારતા હશે તો ન વિચારો. ફિલ્મ સ્ટાર્સના સંતાનોની આવી નિયતિ હોય છે.

Most Popular

To Top