Business

ડાન્સ રિયલિટી શોમાં નીતુ કપૂર

ડાન્સ રિયલિટી શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’માં દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર ગેસ્ટ તરીકે જોવા મળશે. શોના સ્પર્ધકો અભિનેત્રીનાં જાણીતાં સૉન્ગ્સ પર ડાન્સ કરવાના છે એટલે નીતુ સિંહ ઉપરાંત વ્યુઅર્સ માટે પણ આ એક નૉસ્ટેલ્જિક ફીલ બનવાની છે. શોના સ્પર્ધક સૌમિત અને સુપર ગુરુ વૈભવે નીતુ કપૂરની ફિલ્મ ‘યારાના’ના એક ગીત પર પર્ફોર્મ કર્યું હતું. નીતુ કપૂરે જ્યારે જાણ્યું કે સૌમિત શોનો ‘છોટા બર્મન’ છે ત્યારે તેમણે આર. ડી. બર્મન સાથેની તેમની અને રિશી કપૂરની મૈત્રીનો કિસ્સો શૅર કરતાં જણાવ્યું કે ‘અમે આર. ડી. બર્મનના ઘરે જતાં ત્યારે તેઓ નવી ધૂન રિશી કપૂરને સંભળાવતા, પણ રિશી રિજેક્ટ કરી દેતા. પછી જ્યારે એ સૉન્ગ હિટ થયું ત્યારે તેમને પસ્તાવો થયો હતો!’

તો શોની અન્ય સ્પર્ધક એશા ફૂડી છે એવું  નીતુ કપૂરને માલૂમ પડ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘તારું નામ એશા કપૂર હોવું જોઈએ, કેમ કે કપૂર-ફૅમિલીમાં દરેક વ્યક્તિ ફૂડી છે અને ફક્ત ખાવા વિશે જ વાત કરે છે.’ શોના સેટ પર રિશી કપૂરને મળેલી ટ્રિબ્યુટ બાદ નીતુ કપૂર લાગણીશીલ બની ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ના ડિરેક્ટર અનુરાગ બાસુ પણ ‘સુપર ડાન્સર’ના જજ છે. તેમણે નીતુ કપૂર સાથે ‘ગલતી સે મિસ્ટેક’ પર ડાન્સ કર્યો હતો.

Most Popular

To Top