Business

અજયની નકલથી ફેન્સ નારાજ

હાલમાં જ અજય દેવગણે જાહેરાત કરી છે કે તેઓ સાઉથની ફિલ્મની હિન્દી રીમેક બનાવી રહ્યા છે , તેલુગુ ફિલ્મ Naandhiની હિન્દી રીમેક બાજીરાવ સિંઘમ ઉર્ફ અજય દેવગણ બનાવી રહયો છે, એક તરફ સલમાન ખાન પણ માસ્ટરનું હિન્દી વર્ઝન લાવી રહ્યો છે અને રવિ તેજાની ફિલ્મના હિન્દી વર્ઝન સલમાન ખાન લાવી રહ્યો છે. બૉલીવુડમાં આજકાલ તેલુગુ મસાલા ફિલ્મોની રીમેકનો કીમિયો જબરજસ્ત ચાલે છે પણ મોટેભાગે રીમેક સફળ થતી નથી. હવે અજય દેવગણ કોર્ટરૂમ ડ્રામા Naandhi ને હિન્દીમાં બનાવી રહ્યા છે, આ ફિલ્મ 19 ફેબ્રુઆરી 2021ના રોજ રિલીઝ થઇ હતી અને ફિલ્મ સુપરહિટ હતી અને ફિલ્મનો બિઝનેસ 6.4 કરોડનો હતો , ફિલ્મને ક્રિટીક્સ તરફથી પોઝિટિવ રીવ્યુ મળ્યા હતા. આ ફિલ્મમાં એક્ટર Allari Naresh એ સોફ્ટવેર એન્જીનિયરની ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મના ડિરેક્ટર Vijay Kanakamedala છે  અને ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ફિલ્મ મેકર  Vijay Kanakamedala દ્વારા લખવામાં આવ્યો હતો અને આ ફિલ્મના સંવાદ સ્ક્રીન પ્લે રાઇટર  Abburi Ravi દ્વારા લખવામાં આવ્યા હતા અને સ્ટોરી રાઈટર હતા Toom Venkat છે. હિન્દી વર્ઝનમાં અજય દેવગણ સોફ્ટવેર એન્જીનીયરની ભૂમિકા ભજવશે.

અજય દેવગણના હોમ પ્રોડક્શનની પિરિયડ ફિલ્મ ‘તાનાજી’ ને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મમાં ‘તાનાજી’ની ભૂમિકામાં અજય દેવગણ જામ્યો હતો. અજય દેવગણ સારી પટકથા લખાવવાને બદલે સીધી રીમેક બનાવી રહ્યો છે એટલે તેના ફેન્સ નારાજ થઇ ગયા છે કારણકે અજય દેવગણ અભિનય અને એક્શન બંનેમાં માસ્ટર છે એટલે દર્શકોની અપેક્ષા તેની પાસે વધારે જ રહેવાની છે. અમુક દર્શકો તેની રીમેકની જાહેરાતથી નારાજ થઇ ગયા છે અને લખી રહ્યા છે કે here no makers in Bollywood there are only remakers. બીજા એક અજયના ફેન્સે નારાજ થતા લખ્યું હતું કે Boycott remakes,we love original even it in Dubbed. કોમેન્ટના ધોધમારમાં હજી બીજી ટિપ્પણી જુઓ કે Harshavardhan Rane will be a good choice…But I am against this remake. Will only demean the actual essence of the original !!!! Bollywood will never learn !! કારણકે ફટાફટ ફિલ્મો બનાવી અને નફો બનાવી લેવાની ઉતાવળમાં કાસ્ટિંગ પણ બરાબર થતું નથી અને ફિલ્મો ફ્લોપ થાય છે. અજય પણ બીજા સુપરસ્ટાર અને પ્રોડ્યુસરના પગલે રીમેક બનાવી રહ્યો છે આ બાબત તેના ફેન્સને ગમી નથી કારણકે અજય દેવગણનું ક્વોલિટી વર્ક તેના ફેન્સને ગમે છે પણ ફિલ્મોની કોપી કરવાની બાબતથી અજયના ફેન્સ નારાજ થયા છે.

Most Popular

To Top