સુરત: શહેર (surat)ના કોસાડ આવાસ ખાતે રહેતી કિશોરી (girl) ઘરે કહ્યા વગર ડુમસ બીચ (dumas beach) જઈ પાછા આવતી વખતે એરપોર્ટ પાસેથી રિક્ષા ચાલક (auto riksha driver) તેને ચોક બજાર પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં સગીરાને ચાર દિવસ પોતાના ઘરમાં રાખી દુષ્કર્મ (rape) આચર્યું હતું. અમરોલી પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડી વધારે તપાસ હાથ ધરી છે.
કોસાડ આવાસ ખાતે રહેતી 16 વર્ષની કિશોરી ગત 27 મેએ તેની માતા દુકાને ગઈ ત્યારે ઘરેથી નીકળી ડુમસ જતી રહી હતી. સાંજે ડુમસથી ચાલતી આવતી હતી ત્યારે એરપોર્ટ પાસે એક રિક્ષા ચાલકે તેને રિક્ષામાં બેસાડી હતી. રિક્ષા ચાલક અબ્દુલ કાદીર ઉર્ફે પપ્પુ (ઉ.વ.29, રહે. મન્નત એપાર્ટમેન્ટ, ચોક બજાર)એ કિશોરીને વાતોમાં ભોળવી ચોક બજાર સુધી આવતા તેની સાથે પરિચય બનાવ્યો હતો. બાદમાં કિશોરીને ‘રાત્રે કરફ્યુના સમયે એકલી અમરોલી સુધી કઈ રીતે જશે મારૂ ઘર ચોકબજારમાં જ છે. મારા ઘરે જ રોકાઈ જા’ એમ કહ્યું અને 31 તારીખ સુધી તેના ઘરે જ રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરી 31 તારીખે બપોરે ત્યાંથી ભાગી કોસાડ તેના ઘરે આવી ગઈ હતી. ઘરે માતા-પિતાએ પુછપરછ કરતા કિશોરીએ સમગ્ર ઘટના વર્ણવી હતી. કિશોરીના પિતા શ્રમજીવી છે અને તેઓ મુળ ઉત્તરપ્રદેશના વતની છે. કિશોરીના માતા-પિતાએ 27 મેના રોજ સાંજે અમરોલી પોલીસને ગુમ થયાની જાણ કરતા પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કિશોરી પોતે ઘરે આવી જતા આ ઘટના સામે આવી હતી.
અમરોલી પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી એસટીએસસી સેલએ આરોપીને પકડી વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં રિક્ષા ચાલકે પત્નીને ડીવોર્સ આપી દીધા છે. ઘરમાં તેના બે બાળકો પણ રહે છે.