Charchapatra

એની કોઈ ગેરંટી નહીં

માનવ અવતાર લઈને દુનિયામાં આવી તો ગયા પણ આપણી જિંદગી કેવી છે? કેટલી છે? ક્યાં સુધીની છે? એની કોઈ ગેરંટી નથી. સવારે ઊઠયા તો સાંજે સૂવાની કોઈ ગેરંટી નહીં અને રાત્રે સૂતાં તો સવારે ઊઠવાની કોઈ ગેરંટી નહીં. કોઈને પણ આપણે મળ્યા એની સાથે વાતચીત કરીને સમય પસાર કર્યો પણ ફરી પાછા ક્યારે મળાશે એની કોઈ ગેરંટી નહીં. આપણે જો આખું જીવન જીવવાનું છે પણ ઘડી પળ પછી શું થવાનું છે એની કોઈ ગેરંટી નહીં. આખી જિંદગી આપણે ભાગદોડ કરી કરીને બધું ભેગું તો કર્યું પણ એ ભોગવવા મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. ચલણમાં ચાલતી ચલણી નોટનો પણ ભરોસો નથી. આજે ચલણમાં છે અને કાલે હશે એની કોઈ ગેરંટી નહીં. આપણાં સંતાનો પણ આપણી સાથે કેટલો સમય રહેશે એની પણ કોઈ ગેરંટી નહીં. આ છે આપણા સૌની ગેરંટી વિનાની યાત્રા.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top