India

તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય

જનતાને ટ્રાફિકમાં તકલીફ ન પડે તે માટે કાફલા અંગે ખાસ સૂચના નીલાંગરાઈથી સચિવાલય સુધી દરરોજ 17 કિમી મુસાફરી, VIP મૂવમેન્ટથી જનતા પર અસર ન થાય તે માટે નવી વ્યવસ્થા લાગુ

C. Joseph Vijay એ મુખ્યમંત્રી બન્યા બાદ જનતાની સુવિધાને પ્રાથમિકતા આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાથેજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજય દરરોજ પોતાના નિવાસસ્થાન નીલાંગરાઈથી Tamil Nadu Secretariat સુધી લગભગ 17 કિલોમીટરનું અંતર કાપીને ઓફિસ પહોંચી રહ્યા છે. આ દરમિયાન સામાન્ય લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

અહેવાલો મુજબ, મુખ્યમંત્રી વિજયે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેમના કાફલા પસાર થાય ત્યારે લાંબા સમય સુધી રસ્તાઓ બંધ ન કરવામાં આવે અને સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય. જેના આધારે હવે ચેન્નાઈ ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગે નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે.

માહિતી અનુસાર, વિજય હાલ ગ્રીનવેઝ રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાનથી સચિવાલય સુધીની મુસાફરી કરે છે. અગાઉ VIP કાફલા પસાર થતાં શહેરમાં મોટા પાયે ટ્રાફિક રોકી દેવામાં આવતો હતો, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે હવે મુખ્યમંત્રીના નિર્દેશ બાદ ખાસ ‘પેરલલ ટ્રાફિક કોરિડોર’ બનાવવામાં આવ્યો છે જેથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ન જાય.

સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીના કાફલામાં રહેલા વાહનોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. અગાઉ જ્યાં લાંબા કાફલા અને ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હતી ત્યાં હવે વધુ સરળ અને નિયંત્રિત વ્યવસ્થા અપનાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ વિજયના આ નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે VIP સંસ્કૃતિ ઘટાડવાનો આ સારો પ્રયાસ છે.

તમિલનાડુમાં તાજેતરમાં થયેલી રાજકીય પલટાબાદ બાદ અભિનેતા પરથી રાજકારણી બનેલા વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની પાર્ટી Tamilaga Vettri Kazhagam એ રાજ્યની રાજનીતિમાં મોટો ઉછાળો મેળવ્યો છે.મુખ્યમંત્રી બન્યા બાદથી વિજય સતત લોકો કેન્દ્રિત નિર્ણય લેતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ તેમણે સત્તાવાર સુરક્ષા અને કાફલા અંગે સરળતા અપનાવવાનો સંકેત આપ્યો હતો. અહેવાલો મુજબ, શપથગ્રહણ પહેલાં પણ વિજયે કેટલાક કાફલા વાહનો પરત મોકલવાની વિનંતી કરી હતી અને અનાવશ્યક VIP વ્યવસ્થા ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

ચેન્નાઈ જેવા વ્યસ્ત શહેરમાં VIP મૂવમેન્ટ દરમિયાન સામાન્ય લોકો માટે ટ્રાફિક સૌથી મોટી સમસ્યા બની રહે છે. ઓફિસ ટાઈમ દરમિયાન રસ્તાઓ બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ઇમરજન્સી સેવાઓ પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજયનો આ નિર્ણય લોકોને મોટી રાહત આપી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિજય સામાન્ય જનતામાં પોતાની અલગ અને સરળ છબી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મી દુનિયામાં લોકપ્રિયતા મેળવનાર વિજય હવે રાજકારણમાં પણ લોકો સાથે સીધી જોડાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના નિર્ણયોને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ખાસ ધ્યાનથી જોવામાં આવી રહ્યા છે. હાલ ચેન્નાઈ ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્યમંત્રીના કાફલા માટે નવી માર્ગવ્યવસ્થા અને સમયબદ્ધ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ જનતાને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તે માટે જરૂરી ફેરફારો કરવામાં આવશે.

Most Popular

To Top