મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશ માટે લેવામાં આવતી NEET પરીક્ષાના છેલ્લા નવ વર્ષમાં ચાર વાર (હાલનાં બનાવ સમેત) પેપર ફૂટ્યાં. મેડિકલ અભ્યાસક્રમોના લાખો પ્રવેશ ઇચ્છુકોની મહેચ્છાઓ સાથે ગંભીર ખિલવાડ કરતા NEET પરીક્ષાના આ પુનરાવર્તિત ધબડકા એ પરીક્ષા વ્યવસ્થામાં પેધા પડેલ દુરાચારી સ્થાપિત હિતો અને તેમાં વ્યાપ્ત ગંભીર સડાનો નિર્દેશ કરે છે, જે દૂર કર્યા વિના પરીક્ષા પદ્ધતિને foolproof બનાવવી અશક્ય છે. બીજો મુદ્દો જવાબદેહીનો છે, જે વિના કોઈપણ સંસ્થાને મજબૂત બનાવી શકાય નહીં. આ માટે NEET પરીક્ષા લેનારી સંસ્થા (NTA) ના ડિરેક્ટર જનરલનું તાત્કાલિક રાજીનામું લેવાવું જોઈએ અને સૌથી અગત્યની વાત, આ પ્રકારની સંસ્થાઓના સર્વોચ્ચ પદો પર જે નિમણૂકો થાય છે તેમાં જે તે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત અને અન્ય ગુણવત્તાના ધોરણો જ પસંદગીનો મુખ્ય આધાર બનવા જોઈએ, નહીં કે કોઈ વિચારધારા પ્રત્યેની તેની સમર્પિત્તતા.
નવસારી – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે