Business

અંતિમયાત્રા વિશે સમજ

વીતેલા સમયમાં જોઈએ તો ગામડામાં કે શહેરમાં દરેક યુવા-વડીલોને નનામી બાંધવાનું જ્ઞાન હતું. પણ આજે તો કોઈને પણ આ વિશે જ્ઞાન જ નથી, નનામી બાંધતા આવડતું નથી. હવે તો એને માટે પણ અંતિમ સંસ્કાર ઈન્વેટ કરનાર ગ્રુપ મળી રહે છે પણ આ બાબતની સમજ દરેકને હોવી જોઈએ એવું દૃઢ પણે માનનાર શ્રી કનૈયાલાલ તુનવાલ વિશે અખબારમાં વાંચ્યુ કે જેઓએ રેલવેમાંથી નિવૃત્તિ લીધા બાદ આ કાર્યમાં વધુ સમય ફાળવ્યો છે આજે તો ઘણાં યુવાનો મૃતકને સ્પર્શ કરતાં પણ અચકાય છે ઘણી જગાએ નનામી પણ યોગ્ય રીતે બાંધવામાં નથી આવતી અને ચિંતા પણ બરાબર ગોઠવવામાં નથી આવતા.

આ બાબતનું જ્ઞાન ધરાવતા વડીલો હવે ઓછા થઈ ગયા છે. આવા સમયે શ્રી કનૈયાલાલ જેવા વ્યક્તિ આ બાબતે યુવાઓને શિક્ષિત કરી રહ્યા છે ખરેખર આ પ્રશંસનીય અને અભિનંદનીય કાર્ય ગણાવી શકાય. મેટ્રો પોલીટન શહેરોની જેમ નાના શહેરો અને નગરોમાં પણ અંતિમ સંસ્કાર માટે ઈવેન્ટ કંપનીઓની એન્ટ્રી ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જ રહ્યું.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top