આપણે ત્યાં કોઈ દિવસ ઘરની માતા, પત્ની કે દીકરીની બુદ્ધિમત્તા કેટલી હોય છે એનો કોઈ વિધિસર અભ્યાસ થયો નથી.દુનિયાના ખૂણે ખૂણે ઘર ઘર જે સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે ચા-પાણી નાસ્તો, રાતે પાછું ભોજન. સોમવારથી રવિવાર રોજેરોજ વરસોવરસથી કરવામાં આવતી રોટલી. આ રોટલી બનાવવી પાછું એક કલા કોશલનું કામ છે. રસોઈ ઘર એટલે ફક્ત વાસણો જ નહીં એ તો એક બોલતી ચાલતી પ્રયોગશાળા છે. વઘાર કેવી રીતે કરવો, વઘારમાં કયો મસાલો કેટલો નાખવો? ક્યારે નાખવો?
રાઇ ક્યારે તતડાવવી જોઈએ? હળદર કેટલી નાખવી? ક્યા સમયે નાખવી એ કલા છે. સૌથી મોટી નવાઈની વાત એ છે કે મહિલા શિક્ષિત હોય કે અભણ હોય. ડિગ્રી હોય કે ના હોય, ગુજરાતી, અંગ્રેજી આવડતું હોય કે ના હોય, રસોડું ચલાવનારી મહિલા કોઈ પણ મોટી કંપનીના મેનેજરથી પણ વધારે છે. મહિલા અનામતના શોરબકોર વચ્ચે મહિલાઓનું આત્મસન્માન આપણે જાળવીએ તો મહિલાઓને કોઈ અનામતની જરૂર નથી. માત્ર કાગળ પર અનામત આપવાથી કોઈ દિવસ મહિલાઓનું ભલું થયું નથી અને થવાનું નથી. આ વાતને સમજો, એનો અમલ કરો તો રસોડાની દેવી મનોમન જરૂર સ્મિત કરતી રહેશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.