Business

આરક્ષણ પછી, પ્રથમ સંરક્ષણ આપો

નાસિકની ટીસીએસ કંપનીમાં મહિલા કર્મચારીઓના ધર્માંતરણ અને શારીરિક શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી. દેશભરમાં વ્યક્તિગત કે સામુહિક રીતે મહિલા શોષણ, અત્યાચારની બનતી આવી ઘટનાઓ ચિંતાપ્રેરક છે. મહિલા સંરક્ષણ એ આજના સમયમાં એક મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દો છે. મહિલાઓ સમાજનો અડધો ભાગ છે, છતાં ઘણાં ક્ષેત્રોમાં તેઓ આજે પણ અસમાનતા, અસુરક્ષા અને ભેદભાવનો સામનો કરે છે. ઘરેલું હિંસા, જાતીય શોષણ, કાર્યસ્થળ પર થતી પજવણી અને જાહેર સ્થળોએ અસુરક્ષા જેવી સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે.

આ સમસ્યાના નિવારણ માટે સરકાર, પોલીસ અને સમાજ ત્રણેયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. કડક કાયદાનો અમલ, ઝડપી ન્યાયપ્રક્રિયાની સાથે સાથે શાળા-કોલેજોમાં લિંગ સમાનતા અને સન્માન અંગે શિક્ષણ આપવું પણ ખૂબ મહત્ત્વનું છે. આ માત્ર કાયદાનો મુદ્દો નથી, પરંતુ એક સુરક્ષિત અને પ્રગતિશીલ સમાજની પાયાની જરૂરિયાત છે. મહિલાઓ સુરક્ષિત રહેશે તો જ દેશ સાચા અર્થમાં વિકાસ કરી શકશે. મહિલાઓને સંસદમાં આરક્ષણ મળે એની સામે વાંધો નથી, દેશની મહિલાઓને સુરક્ષા આપવી અનિવાર્ય છે.
સુરત     – સુનીલ શાહઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top