ગાયક કૈલાશ ખેર તેના અગાઉના એક ઈન્ટરવ્યુ કે જેમાં તેની ટીપ્પણીઓ અને અભિવ્યક્તિઓ વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઇ હતી તેના પર આધારિત વાઈરલ મીમ નો જવાબ આપે છે. આ મીમમાં કૈલાશ ખેરે ઉપયોગ કરેલા રૂઢી પ્રયોગ ‘લકીર કે ફકીર’ તેને લઈને રમૂજ કરવામાં આવી છે અને તે મીમ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઇ છે.
પોતાના ઈન્ટરવ્યુ વિશે યાદ કરતા કૈલાશ ખેર જણાવે છે કે તેની વાતો કે અભિવ્યક્તિઓ ઊંડા સાંસ્કૃતિક દૃષ્ટિકોણમાંથી જન્મે છે. તે કહે છે કે, મારો મુદ્દો એ હતો કે લોકોને ‘તમે કેમ છો?’ એમ સવાલ પૂછો છો પણ તે કેટલો વાહિયાત સવાલ છે. સામેની વ્યક્તિ પણ પોપટની જેમ ‘મજામાં’ એમ કહી દે છે. આપણી સંસ્કૃતિ અનુસાર આપણે લોકોને પ્રણામ અથવા નમસ્કાર કરીને અભિવાદન કરીએ છીએ અને વાત ત્યાં જ પૂરી થઇ જાય છે. ‘કેમ છો? ‘ જેવા સવાલ એ વ્યર્થ વાતચીત છે, એ વાત કરવા માટે ફરજ પડે છે. રોજીંદી ક્રિયા-પ્રતિક્રિયા યાંત્રિક બની જાય છે, સમય જતા તે પ્રમાણિકતા ગુમાવી દે છે.
“એક આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે મારી અભિવ્યક્તિઓ જરૂર કરતા વધારે ગંભીર હોય છે અને લોકો તે બાબત પકડી લઈને મને લક્ષ્ય બનાવે છે અને સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ કે મીમને હેન્ડલ કરવાનું શીખી લીધું છે અને ખેર તેના વાઈરલ થયેલા શબ્દોનું પુનરાવર્તન કરતા કહે છે કે લગભગ અડધી દુનિયા લકીર કે ફકીર બની ગઈ છે અને એ રીતે જ જીવન વિતાવે છે. ઘણી ઓછી વ્યક્તિઓમાં સ્વ-જાગૃતિ આવે છે. પરંતુ, હું હવે ઈન્ટરનેટ પર બધાની સાથે હસતા અને એન્જોય કરતા શીખી ગયો છું.

‘લકીર કે ફકીર’ આ વાક્ય એવી વ્યક્તિઓ માટે વપરાય છે જે સેટ પેટર્નને સવાલ પૂછ્યા વિના અનુસરતી હોય. કૈલાશ ખેર ફિલ્મ ઉદ્યોગમાં ગાયકોમાં અગ્રણી વ્યક્તિ છે. તેમનો આ પ્રતિભાવ સૂચવે છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આજે વાઈરલ ટ્રેન્ડ કે જેમાં તેમણે જીવન વિષે ગંભીર પ્રતિક્રિયાઓ આપી હોય અને તેને ક્યાં લઇ જાય છે. •