સમાજમાં હંમેશા લગ્ન અને સંબંધોમાં ‘હોદ્દા’ અને ‘હેસિયત’ને સૌથી ઉપર રાખવામાં આવે છે. જો પત્ની ઉચ્ચ ઓફિસર હોય, તો સમાજ એવી અપેક્ષા રાખે છે કે તેનો પતિ પણ કોઇ મોટો ઓફિસર કે બિઝનેસમેન હોય. આ માન્યતાનો છેદ ઉડાડતો એક સત્ય કિસ્સો છે. જે મુજબ એક સાધારણ પરિવારમાંથી આવતી યુવતીના નાની ઉંમરે લગ્ન પછી સંબંધ ન ટકતાં ડિવોર્સ થઇ ગયા. પોલીસ ઓફિસર બનવાના સપનામાં રાચતી આ યુવતીને સાથ આપનાર કોઇ ન હતું. આ કપરા સમયમાં તેની મુલાકાત નગરપાલિકામાં સફાઈ કામદાર એવા એક યુવક સાથે થઇ જેનો હોદ્દો ભલે નાનો હતો, પણ દિલ રાજા જેવું હતું. તેણે તેને અપનાવી અને કહ્યું, ‘તારું સપનું એ મારું સપનું છે.’
લગ્ન પછી પત્નીને ઘરકામમાં ન પરોવતાં, પોતે વહેલી સવારે ઉઠી રસ્તાઓ સાફ કરવા ગટર સાફ કરવા જતો. આવીને બધુ કામ ઘરનું પોતે જ કરી પત્નીને ભણવાની સગવડ કરી આપી. પોતાના પગારના પૈસા પત્નીના ચોપડાં વગેરે પાછળ ખર્ચતો. વર્ષોની મહેનત પછી પત્ની UPSC ની પરીક્ષા પાસ કરી IPS ઓફિસર બની ટ્રેનિંગ બાદ પહેલી વાર વર્દીમાં પોતાના શહેરમાં આવી ત્યારે સ્વગાત માટે ઊભેલા મોટા-મોટા નેતાઓ, ઓફિસરો વચ્ચે યુવતીની નજર ભીડને ચીરતી પાછળ ઊભેલા એ સાધારણ માણસને શોધતી તેની પાસે આવી, કે જે આજે પણ લધરવઘર કપડાં પહેલ હાથમાં ઝાડુ સાથે હતો. વર્દીના રુઆબ અને પ્રોટોકોલને બાજુએ મૂકી તે જાહેરમાં પોતાના સફાઈ કામદાર પતિના પગે પડી. સાચા ‘હીરો’ હું નથી. મારો પતિ છે.’
સુરત – કલ્પના બામણિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શાંતિ અને આધુનિક માણસ