Shinor

માલસર દાદાગીરી કેસમાં વાયરલ વીડિયો બાદ શિનોર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

PI આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને મેદાની તપાસથી કાર્યવાહી તેજ
શિનોર,
શિનોર તાલુકાના માલસર ગામે બનેલી દાદાગીરી અને હુલ્લડની ઘટનામાં શિનોર પોલીસ દ્વારા ઝડપભેર કરવામાં આવેલી કાર્યવાહી હાલ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ફરિયાદ નોંધાતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
શિનોર પોલીસ સ્ટેશનના PI આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ તેમજ મેદાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન છ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી છે.
પકડાયેલા આરોપીઓમાં વિજય માછી, શૈલેષ વસાવા અને દિલીપભાઈ માછીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોમાં પણ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી અંગે સંતોષની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનામાં PI આર.આર. વસાવાની નેતૃત્વ ક્ષમતા અને શિનોર પોલીસની ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top