લંકા દહનથી લઈને સિંહિકા વધ સુધી, જાણો ભગવાન હનુમાનજીની 9 અદ્ભુત લિલાઓ
હિંદુ ધર્મમાં હનુમાનજીને શક્તિ, ભક્તિ અને અડગ વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. હનુમાન જયંતિ નિમિત્તે તેમના જીવનની કેટલીક અગત્યની અને પ્રેરણાદાયી લિલાઓનું સ્મરણ કરવું વિશેષ મહત્વ ધરાવે છે.
૧. જન્મ અને બાળલીલા : હનુમાનજીનો જન્મ અંજની માતા અને કેસરીના ઘરે થયો હતો. બાળપણમાં તેઓ સૂર્યને ફળ સમજીને ગળી જવા દોડ્યા હતા.
૨. સૂર્ય દેવ પાસેથી શિક્ષા : હનુમાનજીએ સૂર્ય દેવને ગુરુ બનાવી તમામ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
૩. સુગ્રીવ સાથે મિત્રતા : તેમણે સુગ્રીવ અને ભગવાન રામ વચ્ચે મિત્રતા કરાવી, જે રામાયણની મુખ્ય કડી છે.
૪ .સીતાજીની શોધ : હનુમાનજીએ સમુદ્ર પાર કરીને લંકામાં જઈ સીતા માતાનો પત્તો લગાવ્યો અને તેમને રામનો સંદેશ આપ્યો.
૫. સિંહિકા વધ : લંકા જતા સમયે રાક્ષસી સિંહિકાએ તેમનો માર્ગ રોક્યો, જેને હનુમાનજીએ પરાજિત કરી આગળ વધ્યા.
૬. લંકા દહન : રાવણના દરબારમાં અપમાન બાદ હનુમાનજીએ પોતાની પૂંછમાં આગ લગાવી આખી લંકાને સળગાવી દીધી હતી.
૭. સંજીવની લાવવી : યુદ્ધ દરમિયાન લક્ષ્મણ બેભાન થતા હનુમાનજીએ દ્રોણાગિરી પર્વત ઉખાડી સંજીવની બૂટી લઈને આવ્યા.
૮ અહંકારનો નાશ : હનુમાનજીએ પોતાના પરાક્રમથી અનેક દૈત્યો અને અહંકારી શક્તિઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી.
૯. અડગ ભક્તિનું પ્રતિક : તેમની ભગવાન રામ પ્રત્યેની અડગ ભક્તિ આજે પણ ભક્તો માટે પ્રેરણારૂપ છે.
હનુમાન જયંતિ એ માત્ર તહેવાર નથી, પરંતુ ભક્તિ, શક્તિ અને નિસ્વાર્થ સેવા શીખવાનો અવસર છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરીને જીવનમાં સાહસ અને સકારાત્મકતા લાવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.