શુક્રવારના સિટી પલ્સ પૂર્તિમાં નવા વિસ્તારના નામોની માહિતી રસપ્રદ રહી.સુરત એટલે શેરીઓ નું શહેર. સુરત કોટ વિસ્તારમાં પણ એક નામની અલગ અલગ પરાઓ માં શેરીઓ આવેલી છે. તો જાણીએ સુરત કોટ વિસ્તારમાં આવેલી એક નામની શેરીઓ ના નામ.ખાંગડશેરી સલાબતપુરા,સગરામપુરા અને બેગમપુરા જેવા ત્રણ વિસ્તારમાં આવેલી છે.વચલી શેરી સલાબતપુરા અને નવાપુરા માં,મોમનાવાડ સલાબતપુરા અને ગોપીપુરા માં,માછીવાડ સલાબતપુરા અને નાનપુરા માં,ચોકીશેરી સલાબતપુરા અને બેગમપુરા માં,લાલવાડી સલાબતપુરા અને સગરામપુરા માં,વાણીયાશેરી બેગમપુરા અને મહિધરપુરા માં,ખરાદી શેરી બેગમપુરા અને મંછરપુરા માં,થોભા શેરી સગરામપુરા અને મહિધરપુરા માં,દાળિયા શેરી મહિધરપુરા અને નવાપુરા માં આવેલી છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.