Vadodara

ગરમી સામે વડોદરા પોલીસની ખાસ પહેલ, ટ્રાફિક કર્મચારીઓને અપાઈ “સમર પ્રોટેક્શન કિટ”

તડકામાં ફરજ બજાવતા જવાનોને 450 એસી હેલ્મેટ, ચશ્મા, વોટર બોટલ અને જેકેટનું વિતરણ

વડોદરા તારીખ 19
વડોદરા શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોઇન્ટ પર કડકડતી ગરમીમાં કલાકો સુધી ઉભા રહી ફરજ બજાવતા પોલીસ જવાનોને હવે ગરમીથી રાહત મળે તેના માટે 450 એસી હેલ્મેટ, ખાતરી વોટર બોટલ જેકેટ સહીતની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ કરતી ટીમને “સમર પ્રોટેક્શન કિટ” આપવામાં આવી છે. જેમાં એશિયા હેલ્મેટ, કોલ્ડિંગ વોટર બોટલ, છત્રી, સનગ્લાસીસ, પેકેટ અને ખાસ જેકેટનો સમાવેશ થાય છે. આ કીટનું વિતરણ પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વધતા તાપમાનમાં કર્મચારીઓની તબિયત જળવાઈ રહે અને તેઓ વધુ કાર્યક્ષમ રીતે ફરજ બજાવી શકે તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ગરમીના વધતા પ્રભાવ વચ્ચે પોલીસ વિભાગનો આ માનવતાવાદી અભિગમ કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થશે. પીક સમરહીટમાં ટ્રાફિક કર્મચારીઓને રાહત મળે તેના માટે 450 જેટલા કર્મચારીઓના એસી હેલ્મેટ આપવા સાથે તેમના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. 80 જેટલા ટ્રાફિક જંકશન અને પણ બપોરના એક થી ચાર વાગ્યા સુધી બંધ કરવા માટેનો ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય કરાયો છે. સગીર વયના બાળકોને વાહન નહીં ચલાવવા આપવા માટે પણ અપીલ કરાઈ છે.

Most Popular

To Top