Vadodara

ટ્રેનની અડફેટે રેલવે કર્મચારીનું મોત: માંજલપુરમાં કરુણ અકસ્માત

દરબાર ચોકડી નજીક ટ્રેક પાર કરતી વખતે ઘટના
35 વર્ષીય કર્મચારીનું સ્થળ પર જ નિધન, પરિવાર શોકમાં

વડોદરા, તા. 18:
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી નજીક રેલવે ટ્રેક પર બનેલા કરુણ અકસ્માતમાં રેલવે વિભાગના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતકની ઓળખ દિપક સૂર્યવંશી (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે, જે પશ્ચિમ રેલવે વિભાગમાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ દરબાર ચોકડી નજીક રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી પહોંચતા તેઓ તેની અડફેટે આવી ગયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઇજાઓના કારણે તેમનું સ્થળ પર જ નિધન થયું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે દિપક સૂર્યવંશી બીઆરએમ ઓફિસમાં ફરજ બજાવતા હતા. આ દુર્ઘટનાથી પરિવાર તેમજ સહકર્મીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.

Most Popular

To Top