આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, અનિલ કપૂર અને બોબી દેઓલ અભિનીત નવી સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘આલ્ફા’ હવે 10 જુલાઈ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ફિલ્મ પહેલા 2025માં રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેનું શેડ્યૂલ બદલાયું. મેકર્સે પહેલીવાર આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને લીડ રોલમાં જાસૂસી એક્શનમાં રજૂ કર્યો છે, જેમાં હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ જોવા મળશે. સાથે જ અનિલ કપૂર અને બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મને લઈને પહેલા વાત થઈ હતી કે તે સીધી OTT પર રિલીઝ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નેટફ્લિક્સે 215 કરોડની ડીલ ઓફર કરી હતી, પરંતુ આદિત્ય ચોપરા અને તેમની ટીમે તેને નકારી દીધું.
‘આલ્ફા’ની જાહેરાત 2024માં થઈ હતી અને પહેલા તેને 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ કરવાની યોજના હતી. હવે આ ફિલ્મ હિન્દી સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ થિયેટરોમાં જોવા મળશે. સ્પાય યુનિવર્સની પહેલી ફીમેલ લીડ ફિલ્મ હોવાને કારણે મેકર્સના અપેક્ષાઓ વધારે છે. ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલે કર્યું છે, જ્યારે પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા છે. બોક્સ ઓફિસ પર ક્લેશની સ્થિતિને ધ્યાનમાં લેતાં, 10 જુલાઈની આસપાસ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થતી નથી. જેથી ‘આલ્ફા’ને સિનેમાઘરોમાં સારી સ્ક્રીન મળે તેવી શક્યતા છે.