Gujarat

રાજ્યમાં ગરમીનો પારો ગરમાયો, 3 દિવસમાં 3થી 5 ડિગ્રી હજુ વધશે

ગાંધીનગર: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 48 કલાક દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 4થી 6 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળું (હોટ એન્ડ હ્યુમિડ) વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી અસ્વસ્થતા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.રાજયમાં આજે ડીસામાં 36 ડિ.સે. ગરમી નોંધાવવા પામી છે.

હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ભૂજમાં 35 ડિગ્રી, નલિયામાં 30 ડિગ્રી (લઘુત્તમ 17 ડિગ્રી), કંડલા પોર્ટ પર 33 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 33 ડિગ્રી, પોરબંદરમાં 30 ડિગ્રી, રાજકોટમાં 35 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મહુવામાં 31 ડિગ્રી અને કેશોદમાં 33 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 34 ડિગ્રી અને ડીસામાં 36 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 33 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 32 ડિગ્રી, વડોદરામાં 33 ડિગ્રી, સુરતમાં 33 ડિગ્રી અને દમણમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top