National

દિલ્હીના લાલ કિલ્લા અને વિધાનસભાને મળ્યો ખાલિસ્તાન ગ્રુપનો ઇમેઇલ: મળી બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી

ઘણાં કેટલાક વખતથી ખાલિસ્તાન ગ્રુપના નામે પહેલા સ્કૂલો અને હવે લાલ કિલ્લા અને વિધાનસભાને ઉડાડી નાખીશું એવો ઇમેઇલ મળ્યો છે. પહેલા મળેલી ઘમકીઓના દાવા ભલે પોકળ નીકળ્યા હોઈ તેમ છતાં આ ધમકી મળતા જ દિલ્હી પોલિસ દોડતી થઈ ગઈ હતી. આ ઇમેઇલમાં 9:11ના સમયનો ઉલ્લેખ પાછલા મેઇલ પ્રમાણે જ જોવા મળ્યો હતો. આની પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે એવી આશંકા સેવાઈ રહી છે. આ મેઇલ સવારે 7 વાગ્યે ધૌલા કુઆં સ્થિત આર્મી પબ્લિક સ્કૂલને કરવામાં આવ્યો હતો. મેઇલમાં લખ્યું હતું કે આજે સવારે 9.11 મિનિટે લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને અમે ઉડાડી દઈશું. વિસ્ફોટ કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ધમકીભર્યા ઈમેલની જાણ થતા જ દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ એકશન મોડમાં આવી ગઈ હતી. લાલ કિલ્લા અને વિધાનસભાની આસપાસના વિસ્તારોને તાત્કાલિક કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. જોકે, કલાકોની સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં પોલિસે અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. પોલિસ હાલ આ ઈમેલનો સોર્સ શોધવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે.

આ અગાઉ ગત ગુરુવારે પણ દિલ્હીની ત્રણ પ્રતિષ્ઠિત શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી. દ્વારકાની CRPF પબ્લિક સ્કૂલ, સેન્ટ થોમસ સ્કૂલ અને પશ્ચિમ એન્ક્લેવ સ્થિત DAV સેન્ટેનરી પબ્લિક સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળતા જ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ તમામ ધમકીઓ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ રાજસ્થાન અને ઉત્તરાખંડ હાઇકોર્ટને પણ સમાન પ્રકારની ધમકીઓ મળી રહી છે. વારંવાર આવતા નકલી કોલ અને ઇમેલને કારણે પોલીસ તંત્ર માટે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ પાછળ કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે કે પછી કોઈ તોફાની તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે.

Most Popular

To Top