રખડતાં કૂતરાની ગણતરી શા માટે? અને ગણતરીનો થોડો સમય પસાર થતાં એમાં ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં આ કામગીરી શિક્ષકોએ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પ્રશ્ન એ થાય કે શિક્ષકની પરિભાષા શું?! એમની વાસ્તવિક કામગીરી શું?! શિક્ષક સમાજનો પાયો છે અને એમને આવી અનેક કામગીરી મતદાર ગણતરી, વસતીગણતરી, ચૂંટણી લક્ષી કામગીરી, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને ભણાવવાનો સમય કેટલો? આથી શિક્ષણનો પાયો હલબલી રહ્યો છે તેમાં મળતા સમાચાર મુજબ 3000 શાળાઓ ફક્ત એક-એક શિક્ષકથી ચાલે છે!!
કૂતરાની ગણતરી કેટલી તકલીફવાળી છે અને એની ગણતરી કેમ કરવી? સામાન્ય રીતે રખડતાં કૂતરાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડે છે, કેટલાંક ખેતરોમાં, કેટલાંક અવાવરુ જગ્યાએ રખડતાં હોય, તો ગણતરી યોગ્ય થઈ શકે ખરી?! કૂતરાની એક ખાસિયત છે તે અજાણ્યા વ્યક્તિને જોઈ ભસે અને હુમલો કરે છે ત્યારે બચવું મુશ્કેલ બને છે. કૂતરા કરડવાના કિસ્સા હાલમાં વારંવાર બની રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં આ કામગીરી અત્યંત જોખમી છે. S.I.R.ની કામગીરીમાં ભારતને કારણે હૃદય રોગના હુમલામાં શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. રખડતાં કૂતરાની ગણતરી શા માટે? એ પણ સમજાતું નથી.
અમરોલી – શકુંતલા ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.