આજના સમયમાં માનવતા સામે મોટો અને ભયાનક પડકાર ઊભો થયો છે. આતંકવાદની ઘટનાઓ, યુધ્ધો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તરંગી અને અવિશ્વસનીય રાજકીય નેતાઓ, ચીનની કુટિલતા અને દગાખોરી, પાકિસ્તાનમાં ભારત વિરોધી દ્વેષ, નેપાળ અને બાંગ્લા દેશમાં ભડકેલો દાવાનળ, ભૂખમરો એ બધાંથી પણ વધારે માનવતા અંત:કરણનું ધોવાણ વાતાવરણમાં અનિશ્ચિતતા વળી કેટલીય સમસ્યાઓ જાણે પેટર્ન બની ચૂકી છે.
વૈશ્વિક પડકારો, પર્યાવરણ, ડહોળાયેલા રાજકારણની અસર નિર્ણય લેવાની વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સહિયારાપણાની ભાવના અને સામાજિક અખંડતાના સવાલો એમાં વળી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સાર્વત્રિક બોલબાલા ઉચ્ચતમ કાર્યક્ષમતાનું વચન આપે છે. પંરતુ માનવ કૌશલની ઉચ્ચતાને અસ્થિર કરી રહી છે. ઇશ્વરીય સમી સર્જકતામાં બાહ્ય દખલગીરી માનસિક સમસ્યા સામુહિક બીમારી સાથે 2026નું વર્ષ આવા પડકારોની સાથે આપણને નવા વર્ષના સંકલ્પો પછીના આશાબધ્ધ દરેક ક્ષેત્રમાં પ્રામાણિકતા, નિષ્ઠા, સચ્ચાઇ, પારદર્શકતા અને વિકાસ યોજના સફળ રહે એવું 2026નું વર્ષ રહે એ જ કામના.
ગંગાધરા – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઈન્દોરની ગતિવિધિ
રાષ્ટ્રમાં સ્વચ્છ નગર તરીકેનો શ્રેષ્ઠ પુરસ્કાર સતત મેળવ્યા બાદ અચાનક પોલ ખૂલી ગઈ. દૂષિત જળને કારણે અનેક નગરજનો બીમાર થઈ ગયાં. અનેકનાં મરણ નીપજ્યાં. દયા દાન વૃત્તિથી ભિખારીઓ પણ ત્યાં ધનસંપત્તિ ભેગી કરી શકે છે. હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા છે. ઈન્દોરમાં એક લખપતિ ભિખારી સચિન અખબારમાં છવાયો છે. તેની પાસે માલિકીનાં ત્રણ મકાન, ત્રણ ઓટોરિક્ષા અને એક કારનો માલિક બન્યો છે એટલે તેને બેકાર કહેવું પણ બેકાર લાગે. માત્ર પાંચ વર્ષમાં ઈન્દોરના સરાફા બજારમાં ચારથી પાંચ લાખ રૂપિયા વ્યાજે આપ્યા છે. આંગળીઓ અને પગથી લાચાર છે.
કારમાં જવા માટે તેણે ડ્રાઈવર પણ રાખ્યો છે. વ્યાજે ધીરેલા ચારસોથી પાંચસો રૂપિયાથી દૈનિક હજારથી બારસો રૂપિયા વ્યાજે મળે છે. ઉપરાંત ભીખ દ્ધારા રોજ ચારસોથી પાંચસો રૂપિયા મળે છે. સ્વસ્થ શરીરનો અભાવ છે અને શરીર રોગપીડિત છે છતાં ધનસંપત્તિની માયા વળગેલી છે. મોહમાયામાં શારીરિક દુ:ખ વિસરી ગયેલા એ ભિખારી એક અજાયબીભરેલું વ્યક્તિત્વ જ ગણી શકાય.
સુરત – યુસૂફ એમ ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.