અધૂરા માસે અવતરેલો ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો, પણ યુવાનો માટે ઝાકમઝોળ બહુ! એવા એવા Days આવે કે, ફેબ્રુઆરી એટલે LOVE મહિનો જ લાગે! તંઈઈઈઈ! એનાં Daysને જે માણી જાણે તે યુવાન, જેને માણવાની ફાવટ ના આવે તેની ક્યાં તો સંવેદના મરી પરવારી હોય, ક્યાં તો શરીર વૃદ્ધાવસ્થાને પામી ગયું હોય! સમય સમયકી બાત હૈ મામૂ! બાકી, ભરપેટ વસંત ખીલી હોય, કોયલ ને મોરલા કેકારવ કરતા હોય, ત્યારે મુઠ્ઠી જેવડું હૃદય ‘વેન્ટીલેટર’ પર હોય, એને વસંત પણ સંતભાવવાળી લાગે. કોઈ વાતે ફેર નહિ ચઢે! જેને વાસ્તવમાં ફેબ્રુઆરીનો ફેર ચઢે છે અને હૈયામાં વસંત ‘ખીલું- ખીલું’ થવા માંડે, એ વૃદ્ધ હોય તો પણ યુવાન કહેવાય! મૌજમાં આવી જાય મામૂ! એવું નહિ વિચારવાનું કે, “લાંબા મહિના સાથે ટૂંકો મહિનો ચાલે, તો, મરે નહિ તો માંદો પડે” એ કહેવતનો પણ ભુક્કો બોલાવી દે! ફેબ્રુઆરી મહિનો એટલે છલકાતી યુવાનીનો માસ. ફેબ્રુઆરી માસ એટલે યુવાનોનો શ્વાસ! આખો મહિનો જ યુવાનો કે નામ! બાગ-બગીચાનાં ખિલવાડનો માસ. જલશા કરવાનો માસ!
કુદરતે તો આ મહિનામાં છુટ્ટા હાથે પ્રકૃતિદાન કર્યું જ હોય.ને પ્રકૃતિનો શૃંગાર પામીને, માણસે પણ તેના ગમતા Daysની ગૂંથણી કરી હોય એમ, ફેબ્રુઆરી મહિનો બેસે એટલે હૃદયમાં પ્રેમના માંડવા બંધાવા લાગે. તિથી ચોઘડિયા પણ અનુકુળ બની ગયા. કહેવાય છે કે, આનંદ તો સરિતાના વહેતા જળ જેવો. લુંટીએ નહિ તો વહી જાય. અને ભગવાન પાસે સુખના સરનામા કરતા, દુખના સરનામાં વધારે હોય છે. યાર..! અમારા જમાનામાં પણ ફેબ્રુઆરી તો આવતો. પણ અત્યારના જેવો ઝાકમઝોળ નહિ બનાવતા. કેલેન્ડરના પાનાં નીરસ બનીને જ ફેરવાય જતા.
Hi hello Miss you dear darling જેવા ‘રોમેન્ટિક’ બળાપા નહિ નીકળતા. નહિ ‘રોમેન્ટિક’ બનતા કે, નહિ ‘એન્ટીક’! કોયલ ટહુકા મુકીને કંટાળીને ઉડી જતી. ક્યારે ઉડી જતી, એની ખબર પણ નહિ પડતી. અમને પણ, બહુ બહુ તો ગટર લાઈન કે પાઈપ લાઈનનું જ નોલેજ હોય..! ‘LOVE LINE’ માં તો ચાંચ પણ નહિ ડૂબતી..! માંથું જ એવું તેલથી પલાળીને ફરતા કે, તેલિયા માથાવાળાની અડફટે કોઈ આવતું જ નહિ. છોકરી છીઈઈઈઈ બોલીને જતી રહેતી. બાકી ‘ફાટ-ફાટ’ થતા કેસુડાંના પમરાટ અમને પણ ‘ટચ’ થતા. પ્રેમના પરપોટા અમને પણ ફૂટતા, પણ બાપાને કહેવાય થોડું કે, હું ‘ભીન્નાઈ’ ગયેલો છું..! બાપા નો ધાક જ એવો ‘સોલ્લીડ’ કે, ચણીબોર જેટલાં પણ રોમેન્ટિક નહિ થવાતું.
દિલમાં પ્રેમની સુનામી તો આવતી, પણ ખમીસના કોલર ચાવીને જ સમસમી રહેતા. કોઈને I LOVE YOU કહેવાનાં હોઠ ઉપડતા જ નહિ. બીજું કે, અમારા વખતમાં ઓટલે-ઓટલે ખાટલો ઢાળીને ને CCTV જેવા વડીલો જ એવી નજર રાખતા, બાપાને ગંધ આવી તો, ઉનાળામાં જ મેથીપાક મળતો. બાથરૂમ સુધી તો પહોંચવા પણ નહિ દેતા, ઓટલા ઉપર જ ધોઈ નાંખતા. ‘પ્રેમનો આતંકવાદી’ પકડાયો હોય, એવી હોહા થઇ જતી..! બાકી, ‘હળી’ તો અમે પણ કરતા હંઅઅકે..? પણ એને પ્રેમ કહેવાય એટલી અક્કલ નહિ. વાંઝણી મર્યાદા રાખતાં..!
આજકાલ તો જલસા છે મામૂ..! જોઇને વહેલા જન્મી પડેલા એનું દુઃખ થાય. પૂર્વજોએ પણ ભરેલા ભીંડાની માફક એકેય મહિનો એવો નહિ રાખેલો કે, જેમાં મોજ-મસ્તી અને મઝાના ભંડારા ના હોય..! છેલ્લે કંઈ નહિ તો, રાષ્ટ્રીય તહેવાર કે વિવિધ જયંતિ તો આવે જ..! એના કપાળમાં કાંદા ફોડું, બારમું-તેરમું તો એક જ વાર આવે, પણ ફેબ્રુઆરીમાં તો, ફ્રેન્ડશીપ ડે, કોમ્પ્લીમેન્ટ્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડીબેર ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઈન ડે, સ્લેપ ડે, કિક ડે. પરફ્યુમ ડે, ફલર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે વગેરેના રંગીન તોરણ લાગી જાય. એ બધાંને ઉજવવા જઈએ તો, મજનુ જેવો મજનું પણ બેવડ વળી જાય..! માત્ર મરીમસાલા ડે કે કાનનો મેલ કાઢવાના ડે જ નહિ આવે..! ફેબ્રુઆરી ભલે ગણતરીમાં બે નંબરનો મહિનો હોય, પણ યુવાનો માટે તો એ એક નંબરનો સ્પેશ્યલ મહિનો કહેવાય.
ફેબ્રુઆરી પાસે ભલે માત્ર ૨૮ દિવસની મૂડી હોય. (કૃપા- ગુણથી ચાર વરસે એકાદ દિવસ નાંખી આપવામાં આવે એ અલગ વાત છે..!) વર્ષનો સૌથી નાનો મહિનો, છતાં પ્રેમીજનો માટે લાંબો અનુભવ કરાવતો મહિનો એટલે, ફેબ્રુઆરી..! જેની યુવાન હૈયાઓ કાગડોળે રાહ જોતા હોય. ફેબ્રુઆરી બેસે એટલે હૈયામાં “વેલેન્ટાઇન” ના Red rose ઉગવા ને મહેકવા માંડે. એક વાત છે, પ્રેમનાં મામલામાં ગણિત કામ આવતું નથી, એકમાં એક ઉમેરો તો પાંચ પણ થાય ને શૂન્ય પણ થાય..! ભરોસો નહિ..! જેવી જેવીપ્રેમની અભિવ્યક્તિ..! પ્રેમ માત્ર આંધળો હોતો નથી, થોડો સ્વચ્છંદી પણ હોય..! પ્રેમ એટલે, માનવજીવનનાં “અસ્તિત્વનો ઉત્સવ..!” જેનું સરવૈયું ફેબ્રુઆરી માં જ નીકળે..!
ફેબ્રુઆરી બેસે એટલે, વાતાવરણમાં કુદરતનો પણ કેવો કરિશ્મો ઝામે? માણસ છડેચોક સંવેદનશીલ બની જાય. જેને કવિ થવાની અંતિમ ઈચ્છા હોય, તેઓ માટે ફેબ્રુઆરી મહિનો એટલે ફળદ્રુપ મહિનો..! મોટાભાગના કવિઓ જેવા કે, અમેરિકન કવિ, હાર્લેમ રેનેસાંસ, આઈરીશ કવિ, James Joyce, અમેરિકન લેખિકા અને કવિ Gertrude Stein, અમેરિકન સંગીતકાર અને કવિ Ray Manzarek, અમેરિકન કવિ Henry Wadsworth Longfellow, રેન્ચ કવિ અને નવલકથાકાર Victor Hugo વગેરેનું ફેબ્રુઆરી માસમાં જ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયેલું. ભારતમાં પણ પાંચ-છ કવિઓ જુદી જુદી ભાષાનાં થઇ ગયેલા.
ફેબ્રુઆરીની પ્રકૃતિ જ એવી કે, કોઈને પણ કોઈ પણ વાતનો ફેર ચઢે. પછી એ સાહિત્યનો હોય કે પ્રેમનો…! “પ્રેમ એ આત્માનો અવિનાશી અનુભવ છે. પ્રેમ આત્મ નિવાસી છે. પ્રેમનું સાત દિવસનું Valentine ‘પેકેજ’ ફેબ્રુઆરીમાં જ આવે..! આ મહિનામાં લીલા ધાણા, લીલું લસણ કે ફૂધનાને શોધો તો મુશ્કેલીથી મળે, પણ આંખ ફેરવો ત્યાં Red Rose તરત જોવા મળે..! પ્રેમના હટવાડા ભરાવા માંડે. પ્રેમની ‘ફૂટ’ જાણે, આ જ મહિનામાં નીકળતી હોય એમ, પ્રેમલા-પ્રેમલીના યુવા મેળા ફેબ્રુઆરીમાં જ ભરાય.
ભલે ને ઠંડીમાં શરદી ઠરીને લટ્ટ થઇ જાય, પક્ષીઓ આમ્ર-ડાળેથી વસંતના વધામણા ગાતા હોય, મોરલાઓ ટેહૂક-ટેહૂક કરીને યુવાનીને ઢંઢોળવા રણશિંગું ફૂંકતા હોય, પણ ફેબ્રુઆરી બેસે એટલે બરછટ માણસમાં પણ પ્રેમની રંગોળી પુરાવા માંડે. એની પણ મઝા છે બોસ..! જીવન હળવું ફૂલ થઇ જાય. ‘નંદ ઘેર આનંદ ભયો’ ની માફક યુવાનો ગેલમાં આવી જાય. વગર ચોમાસે મેઘધનુષ તણાવા માંડે .‘વેલેન્ટાઈન’ નાં પતંગો દિલના આકાશને આંબવા થનગનવા માંડે. પછી પતંગ ચગે કે ભર દોરીએ કપાય, એ નસીબના ખેલ છે, પણ ડોહાઓ ‘ઇસ્ટર્ન સ્ટાઈલ’માં ને જુવાનીયા ‘વેસ્ટર્ન સ્ટાઈલ’માં આવી જાય..!
લાસ્ટ બોલ
અમારા ચમન-ચલ્લીને પણ આ વખતે ફેબ્રુઆરીમાં ફેર ચઢી ગયેલો. મને કહે, “રમેશીયા, આ વખતે તો મારે પણ ‘વેલેન્ટાઈન’ નો ભરપુર લાભ લેવો છે..!
એટલે..?
બીજા લગન કરીને બે વાઈફ રાખવી છે..!
કેમ..?
અરે યાર, એક મારે તો બીજી બચાવે તો ખરી ?
થયું એવું કે, બીજી વાઈફને લાવ્યો તો ખરો. પણ હવે એક પકડી રાખેછે, ને બીજી મારે છે બોલ્લો..!
એના કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.