Devgadh baria

દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર

કાયદો-વ્યવસ્થાને લઇ ચિંતા, સારવાર અર્થે પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જવાતો હતો ત્યારે તેણે ચતુરાઈપૂર્વક પોલીસને ચકમો આપી ગયો
(પ્રતિનિધિ) દેવગઢબારિયા
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો ગંભીર આરોપી ફરાર થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ બનેલા આ બનાવમાં આરોપીને સારવાર અર્થે પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જવાતો હતો ત્યારે તેણે ચતુરાઈપૂર્વક પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળતા મેળવી હતી. આરોપી ભાગી જતાં જ જેલ તેમજ પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાને પગલે દેવગઢબારિયા સબજેલની ચોકસાઈ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી જ પ્રકારની ઘટના ફરી બનતા જેલની સુરક્ષા પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ બન્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ ખાસ ટીમો રચી સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં આરોપીને પકડવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે જેલ અને પોલીસની સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

રિપોર્ટર: નવીન સિક્લીગર

Most Popular

To Top