Godhra

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે ગોધરાના ડબગરવાડમાં ભવ્ય મહાઆરતી

ડબગર સમાજના સભ્યો ઉમળકાભેર જોડાયા, ધાર્મિક માહોલ સર્જાયો

પ્રતિનિધિ | ગોધરા | તા. 22
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 22 જાન્યુઆરી, 2026ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં ગોધરા શહેરના ડબગરવાડ વિસ્તારમાં ડબગર સમાજ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામ મંદિરના પ્રથમ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આયોજિત આ ધાર્મિક પ્રસંગે ડબગર સમાજના મહિલાઓ, બાળકો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રી રામના જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લહાવો લીધો હતો.
કારસેવકોના બલિદાનને સ્મરણ
રામ મંદિર આંદોલન દરમિયાન કારસેવકો દ્વારા અપાયેલ બલિદાનના ફળસ્વરૂપે આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે, તેવી લાગણી સાથે આ વાર્ષિક તિથિએ સમાજના લોકોએ એકત્રિત થઈ પૂજન-અર્ચન કર્યું હતું.
હિન્દુ એકતા પર ભાર
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દેવ શ્રીમાળીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામે જેમ અધર્મનો નાશ કર્યો હતો તેમ સમગ્ર હિન્દુ સમાજે એકજૂથ બની હિન્દુત્વની રક્ષા કરવી જોઈએ. આ પવિત્ર દિવસે આ જ સંદેશ સમાજને આપવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ મહાઆરતી કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Most Popular

To Top