સુરતઃ રાજ્ય સરકાર ભણશે ગુજરાતનું અભિયાન ચલાવી રહી છે બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના શહેરમાં જ સરકારી શાળાઓની હાલત કફોડી છે. શાળા માટે પૂરતા મકાન પણ ન હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.
- ઓરડાના અભાવે ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબુર : આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા
- સમગ્ર ગુજરાતમાં આવા અસંખ્ય મકાનો છે પણ શિક્ષણમંત્રી ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત છે : આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા
‘આપ’ના શિક્ષણપ્રેમી પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ ઘટસ્ફોટ છે કે શિક્ષણમંત્રીના શહેરમાં જ એક જગ્યાએ એક જ મકાનમાં 6-6 સરકારી શાળાઓ ચાલી રહી છે જેને કારણે બાળકોને ખુબ જ અગવડ થઇ રહી છે અને ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબુર થયા છે. શિક્ષણમંત્રીના સુરત શહેરમાં નીચે મુજબની છ શાળાઓ એક જ મકાનમાં ચાલી રહી છે. ત્રણ શાળાઓ સવાર પાળીમાં અને ત્રણ શાળાઓ બપોર પાળીમાં ચાલી રહી છે.
- 161 – શ્રી ઝીણાભાઈ નાવિક પ્રાથમિક શાળા
- 166 – શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા
- 167 – શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી પ્રાથમિક શાળા
- 168 – શ્રી ભગિની નિવેદિતા પ્રાથમિક શાળા
- 263 – શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે પ્રાથમિક શાળા
- 338 – શ્રી પ્રિયકાંત મણિયાર પ્રાથમિક શાળા
છ પૈકીની ચાર શાળાના બે મકાનો જર્જરિત હાલતમાં છે એટલે એ ચાર શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કર્યા છે
પણ હજુ સુધી પેલા મકાનોનું બાંધકામ શરુ કરાયું નથી, બાંધકામ તો દૂરની વાત, હજુ સુધી જુના મકાનોને પાડવાનું કામ પણ શરુ કરેલ નથી.