National

જે પોસ્ટ પરથી મહિલા સૈનિકો પાકિસ્તાન સામે લડી હતી તે સાંબા પોસ્ટને ‘સિંદૂર’ નામ આપવા BSFની માંગ

ઓપરેશન સિંદૂર દરમિયાન સાંબાની જે પોસ્ટ પરથી મહિલા સૈનિકોએ પાકિસ્તાનના છક્કા છોડાવ્યા હતા તે પોસ્ટને સિંદૂર નામ આપવાનો પ્રસ્તાવ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરાયો છે.

બીએસએફના આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની મહિલા સૈનિકોએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ્સ પર લડાઈ લડી હતી. આપણી બહાદુર મહિલા સૈનિકોનું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું હતું. કોન્સ્ટેબલ મનજીત કૌર, કોન્સ્ટેબલ મલકિત કૌર, કોન્સ્ટેબલ જ્યોતિ, કોન્સ્ટેબલ સંપા અને કોન્સ્ટેબલ સ્વપ્ના અને અન્યોએ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સામે ફોરવર્ડ પોસ્ટ્સ પર લડાઈ લડી હતી.

પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા અને બીએસએફ ચોકીઓ પર કરવામાં આવેલા ગોળીબારમાં આપણે બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવ્યા હતા. અમે અમારી બે પોસ્ટ્સને અમારા ગુમાવેલા સૈનિકોના નામ પર રાખવા અને એક પોસ્ટને ‘સિંદૂર’ નામ આપવાનો પ્રસ્તાવ મોકલી રહ્યા છીએ.

બીએસએફના આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને આગળ મોકલીને ઘૂસણખોરી કરવા માંગતી હતી. 40 થી 50 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ફોરવર્ડ પોસ્ટને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બીએસએફની ફોરવર્ડ પોસ્ટ પર ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાન ઓપરેશન સિંદૂરના હુમલાને ભૂલી શકશે નહીં.

બીએસએફ આઈજીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. BSF એ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો બહાર પાડ્યો છે.

BSFના IG જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, અમને આતંકવાદીઓ તેમના લોન્ચપેડ અને કેમ્પમાં પાછા ફરવા અને LoC અને IB પર સંભવિત ઘૂસણખોરી વિશે અનેક માહિતી મળી રહી છે. સુરક્ષા દળોએ સતર્ક રહેવું પડશે.

અમે સરહદ પર સતત નજર રાખી રહ્યા છીએ: BSF IG
BSFના IG શશાંક આનંદ કહે છે, અમે સતત સરહદ પર નજર રાખી રહ્યા છીએ. અમે સરહદી ગામોમાં રહેતા ખેડૂતોને તેમના પાકની લણણી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમારા ખેડૂતો કડક સુરક્ષા હેઠળ તેમની કૃષિ પ્રવૃત્તિ કરે છે. અમે એ પણ જોઈ શકીએ છીએ કે પાકિસ્તાની ખેડૂતો પણ હવે કૃષિ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે સામાન્યતા પાછી ફરી રહી છે. BSF જવાનો સરહદી ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને તબીબી શિબિરો અને નાગરિક કાર્યવાહી કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સ પર BSFની કાર્યવાહી અંગે RS પુરા સેક્ટરના BSF DIG ચિત્તર પાલે જણાવ્યું હતું કે 9 મેના રોજ પાકિસ્તાને અમારી ઘણી ચોકીઓને નિશાન બનાવી હતી. પહેલા તેઓએ ફ્લેટ ટ્રેજેક્ટરી હથિયારો અને મોર્ટારથી અમારી ચોકીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

તેઓએ અમારા એક ગામ અબ્દુલિયાનને પણ નિશાન બનાવ્યું. અમારા BSF જવાનોએ તેમને યોગ્ય જવાબ આપ્યો. જ્યારે તેઓએ ગોળીબાર ઓછો કર્યો, ત્યારે તેમણે ડ્રોન પ્રવૃત્તિઓ વધારી દીધી. જવાબમાં BSFએ પાકિસ્તાની આતંકવાદી લોન્ચ પેડ મસ્તપુરને નિશાન બનાવીને તેનો નાશ કર્યો.

BSF એ પાકિસ્તાનના લુની આતંકવાદી લોન્ચ પેડ પર વિસ્ફોટ કર્યો
BSFના DIG SS મંડે જણાવ્યું હતું કે, ગઈ તા. 8 મે 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન સરહદ તરફ 40થી 50 લોકોની હિલચાલ જોવા મળી હતી. અમે હુમલો કર્યો. થોડા સમય પછી પાકિસ્તાને BSF સરહદ ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો, જેનો અમે પણ યોગ્ય જવાબ આપ્યો. ઇનપુટ્સ સૂચવે છે કે અમારા હુમલામાં ઘણા આતંકવાદીઓ તેમના સમર્થકો, રેન્જર્સ અને અધિકારીઓ ઘાયલ થયા છે.

BSFના IG જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે “9 મેના રોજ, પાકિસ્તાને અખનૂર નજીકના વિસ્તારોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. 9-10 મેના રોજ, પાકિસ્તાને અખનૂર સરહદ પર ભારે ગોળીબાર કર્યો હતો. BSFએ પાકિસ્તાનના લુની આતંકવાદી લોન્ચ પેડને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવ્યું હતું.”

Most Popular

To Top