આજના સમયમાં ભારતમાં પ્લાસ્ટીક મનીનો આગ્રહ રખાય છે, પણ છેતરપિંડી કરનારાઓ લોભામણી લાલચો આપી કે યેન-કેન પ્રકારે બેંક એકાઉન્ટ હેંગ કરી નાણાકીય છેતરપિંડી કરી જ લે છે અને આ બધાથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ એ કે સ્વ જાગૃતિ રાખવી. અજાણ્યા ફોન કોલ્સ પર લાંબી કે ટૂંકી વાતો ન કરવી. અજાણી ક્લીપને ડાઉનલોડ ન કરવી. આ બધી છેતરિંપડી પરિસ્થિતિમાં નાગરીકોને જાગૃત કરવાની જવાબદારી સુરત પોલીસે હાથ ધરી છે અને શેરી, નાટકો દ્વારા તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ખરેખર તો સ્વ જાગૃતિના અભાવે કે લોભ-લાલચમાં આવી કરેલ નાણાકીય ટ્રાન્જેકશન માટે પોલીસ પણ જો જવાબદારી લેવાની જરૂર નથી પણ લખી છે કે લે છે કે કાયદાકીય પરિસ્થિતિ આ હોય તો પણ અભિનંદન છે.
જન જાગૃતિ સાથે સ્વ જાગૃતિ રાખનાર હું પોતે પણ ફાસ્ટ ટેગના મામલામાં સાફબર ફ્રોડ કરનારના જાસામાં (ચાલમાં) આવી ગયો હતો પણ છેલ્લી ઘડીએ આરોપીની વાત આવી એટલે નુકશાની વેઠીને પણ આગળ વાત કરવાનું બંધ કરી દેતા છેતરપિંડીથી બચી ગયો. કરશમશી બાપા આશ્રમ ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં મૂકેલ પોસ્ટરોમાં જે જુદા જુદા સૂત્રો જેવા કે તમારો પાસવર્ડ મજબૂત રાઓ અને કોઇપણ અજાણ્યા વ્યક્તિને શેર કરો નહી. અજાણ્યાઓ સાથે અને કોઇ પણ અજાણ્યા વ્યક્તિને શેર કરો નહી. અજાણ્યાઓ સાથે નાણાકીય બાબતે ચર્ચા ન કરો જેવા હેન્ડ પોસ્ટરોએ પણ ઘણી જાગૃતિ ઊભી કરી. સિસ્ટમ ભલે ફૂલ પ્રૂફ હોય પણ છેતરપિંડી કરનારાઓના મગજ એથી પણ આગળનું વિચારે છે. એટલે છેતરપિંડી થાય છે માટે કોઇપણ જાતની ભોઠણ રાખ્યા વિના પોલીસના શરણે તાત્કાલિક ચાલી જવું તે પણ સાવચેતી જ તો છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતી ફિલ્મો
સુરત શહેરનાં થિએટરોમાં, હાલમાં ગુજરાતી ચલચિત્રો, જેવા કે સ્કાય ફોર્સ (દેશભક્તિપૂર્ણ એકશન થ્રીલર) પારિવારિક ફિલ્મ ઉંબરો મોમ તને નહીં સમજાય ચાલી રહ્યા છે. આ પરથી એટલું કહી શકાય કે ગુજરાતી ફિલ્મો કલાકારો તથા દિગ્દર્શકોને તેમની મહેનત અને લગનનો યશ મળી રહ્યો છે એમ લાગે છે. એક જાગૃત નાગરિક તરીકે આપણાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને ગુજરાતી લખવા, સમજવા તથા પ્રેરણા મળે જેથી વર્ષો જૂની ગુજરાતી ભાષા ભૂલાય નહીં અને ગુજરાતી ભાષાનું ગૌરવ પણ જળવાય.
સુરત – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.