Charchapatra

કામનાં કલાકોનો વિવાદ

કામનાં કલાકોની અવૈજ્ઞાનીક અને વ્યવ્હારશુન્ય ભલામણ કરનાર કોર્પોરેટ જગતના પદાધિકારીઓની વાત ગંભીર રીતે બેકારીના આંકડાઓને ભારતમાં એ સ્તરે લઈ જવાની મહેચ્છા વ્યક્ત કરવાની અને તેનો આર્થિક અને વ્યવસાયિક ફાયદો સરકાર પાસે લેવાની હોય શકે તેને શંકાની નજરે જોવાની જરૂર જણાતી નથી. વધુ દૂર ન જતા હું જે ક્ષેત્રમાંથી નિવૃત્ત થયો છું. તે બેન્કિંગ ક્ષેત્રની વાત કરું તો આ ક્ષેત્રમાં ૨૦૧૨માં કુલ્લે ૩,૯૮,૮૦૧ ક્લાર્કો હતા અને સેવક ભાઈઓની સંખ્યા ૧,૫૩,૬૨૮ હતી જે ૨૦૨૪માં અનુક્રમે ૨૨,૪૬,૯૬૫ અને ૯૪,૩૪૮ થઈ છે.

પરિણામે ક્લાર્કો ૧,૫૧, ૮૩૬ અને સેવાક્ ભાઈઓ ૫૯,૨૮૦ ઓછા થયા, વાચકો સ્વીકારશે કે ૨૦૧૨ અને ૨૦૨૪ની સાલોના કામકાજમાં અનેક ઘણોવ વધારો થયો જ છે, તે સિવાય સેવક ભાઈઓની વાત કરું તો રેકર્ડ બોલે છે કે મારી બેન્કમાં કદાચ અન્ય બેન્કોમાં પણ અનેક હંગામી સેવક ભાઈઓએ ૨૦૧૨થી કે તે પહેલાથી ૧૨ કે તેનાથી વધુ વર્ષ સુધી રોજના દસ થી બાર કલાકો કામ કર્યું છે, છતાં તેમાંથી મોટા ભાગનાઓને કાયમી સેવક તરીકે નોકરીનો લાભ મળ્યો નથી. હાલમાં ઘણા વર્ષોથી સરકારી ખાતાઓ સહીત અનેક ખાતાઓમાં અને શૈક્ષણિક ખાતાઓમાં પણ હંગામી કાર્યકરોથી જ વ્યવહાર ચાલે છે, બેકારોની સંખ્યા અપરંપાર છે.

વળી કોઈ પણ ખાતામાં કે સરકારમાં જે લોકો દસ કલાકથી વધુ કામ કરનારને કેવા મહેનતાણા મળે છે, તે સમાજને વિદિત છે જ. જો આ મહાનુભાવોના સુચન અનુસાર અમલ કરવામાં આવે તો અત્યારે સમાજમાં જે આત્મહત્યાનો વણથંભ્યો ગ્રાફ રોજબરોજ ઉંચો જાય છે, તે તેની પરાકાષ્ઠા વટાવતા સમાજમાં આરાજકાતા ફેલાવવા માટે કારણ બની શકે છે. વળી માનસશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આવા સૂચનો સમાજનું માનસિક સ્વાસ્થ્ય બગાડશે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top