Vadodara

એક પૈડાની સાયકલ પર શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી અનોખી રીતે બાપ્પાને વિદાય આપી..



રોનીત તેના 9માં વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટર કરાવવા જશે

વડોદરા શહેરમાં એક યુવકે એવી રીતે બાપ્પાને વિદાય આપી કે જે કોઈએ પહેલા ભાગ્યે જ જોયું હશે. વડોદરાના યુવકે એક પૈડાની સાઇકલ પર શ્રીજીની વિસર્જન સવારી કાઢી હતી. રોડ પરથી પસાર થતા આ યુવકે અન્ય રાહદારીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
વડોદરાનો રોનીત જોશી નામના યુવકે એક પૈડાની સાઇકલ પર શ્રીજીના વિસર્જન માટે જશે તેવો નિર્ણય લીધો હતો. જેથી આજે રોનીત એરપોર્ટ સર્કલથી હરણી કૃત્રિમ તળાવ સુધી શ્રીજીનું વિસર્જન કરવા ગયો હતો. બંને હાથમાં બાપ્પાની મૂર્તિ પકડી એક પૈડાની સાયકલ પર બેલેન્સ જાળવી રોનીત હરણીના કુત્રિમ તળાવ ખાતે પહોંચી બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી. આ એક પૈડાની સાયકલ પર વિસર્જન કર્યા બાદ રોનીત તેના 9માં વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટર કરાવવા જશે.

Most Popular

To Top