સુરતઃ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર ભુરાલાલ સંઘવીનું નિધન થયું છે. લાંબા સમયથી બિમાર રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન આજે સવારે દુઃખદ અવસાન થયું છે.
હર્ષ સંઘવીના પિતાનું 72 વર્ષની ઉંમરે આજે સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. સુરતમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.
આજે સાંજે 5 કલાકે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવા રવાના થશે.
ફેંફસા, કિડનીની બિમારીથી પીડિત હતા
હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓ ફેફસાં, કિડની સહિત મલ્ટીપલ ડિસિઝથી પીડાતા હતા. લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ અગાઉ તેમની તબિયત વધુ લથડતા તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તા. 17 ઓગસ્ટ 2024ના રોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા.