Charotar

ઉમરેઠમાં હાઇવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી

(પ્રતિનિધિ) ઉમરેઠ, તા. 19
આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને ઉમરેઠ તાલુકા મામલતદારની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્તારનાં હાઇવે પર આવેલ દરેક ગેરકાયદેસર લારીગાલ્લા, પાથરણા વાળા, પતરાંના સેડ, ઓટલા, દીવાલ, પેવર બ્લોક બધું જ જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું.
સવારથી સાંજ આખો દિવસ ઉમરેઠના આ મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા અને જો ફરીથી આ રીતે દબાણ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ ઓર ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,
પાછલા ઘણા લાંબા સમયથી ઉમરેઠનો આ મુખ્ય હાઇવે ગેરકાયદેસર દબાણો અને ત્યાં આવતા ગ્રાહકોનાં સાધનોના પાર્કિંગને કારણે અકસ્માતનો એપી સેંટર બની ગયો હતો. ઉપરાછાપરી અકસ્માત થવાંથી નગરજનો દ્વારા પણ માંગ થઇ રહી હતી કે ગેરકાયદેસર દબાણ હટવા જોઈએ અને સરકાર દ્વારા આ વિષયે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે શુક્રવારે હટાવેલ દબાણો થોડા દિવસમાં ફરી પાછા તો જેમ હતા તેમ નહી ખડકાંઈ જાય ને અને આજની કરેલી આ બધી મહેનત એળે તો નહી જાય ને.

શુક્રવારે આ દબાણ હટાવ ઝુંબેસમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, ઉમરેઠ મામલતદાર, ઉમરેઠ નગરપાલિકા કર્મચારી સાથે આખો દિવસ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ બંધુઓ ખડે પગે રહ્યા હતા.

Most Popular

To Top