Madhya Gujarat

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલ સ્માર્ટ રોડની કામગીરીની પોલંમ પોલ સાથે ભ્રષ્ટાચાર….

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર સાથે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર છેલ્લા કેટલાં દીવસ થી ગટરના ઢાંકણો તૂટેલી હાલતમાં જોવા મળે છે ,તો ઘણી જગ્યા પર તો મસમોટા ખાડા નજરે પડે છે બોલો આને કહેવાય સ્માર્ટ સિટી. સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડના કામમાં અંદર હલકી ગુણવત્તાના અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા નાખવામાં આવ્યા,અને હાલમાં એક મહિના પહેલા જ રોડ ચાલું કરવામા આવ્યાં છે જેની આ હાલત દેખાય છે અને ક્યારે કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવુ લાગી રહ્યુ છે પણ તંત્રની આંખ ઉઘડતી નથી અને તંત્ર ક્યારે જાગશે દાહોદની જનતા ક્યા સુધી આવી ભ્રષ્ટાચારી નેતાગીરી નો સામનો કરતી રહેશે એ દેખવાનું રહ્યું કોઈ મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું પ્રતીત થઇ રહ્યુ છે આને કહેવાય સ્માર્ટ સિટીરોડ.માંડ બન્યા ને દોઠ થી બે મહિનાના અંદર રોડની હાલત બી તૂટેલી દેખાય છે, ગરીબોના ટેક્સ ઉઘરાવવા માટે અને કરોડપતિના ખિસ્સા ભરવા માટે જ્યાં દેખો ત્યાં ખાયકી અને ભ્રષ્ટાચાર જ દેખાય છે. એના સિવાય કંઈ બીજું દેખાતું નથી તો પછી તંત્ર ક્યારે જાગશે અને જ્યાં દેખો ત્યાં ગટરો પણ ઉભરાય અને હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અસહ્ય ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધતો જાય છે,

પણ નગરપાલિકા કાઉન્સિલરો પ્રમુખ બદલવવાના અંદરો અંદરના ખટરાગ માં જનતાને પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરતા નથી.અને દાહોદની જનતાનું સોસણ કરી રહી હોય તેવુ પ્રતીત થઇ રહ્યુ છે.જનતાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નગર પાલિકાની હાલની કાઉનસીલરો ની ટીમે હવે જોવાનુ રહ્યુ તંત્ર ક્યારે જાગસે અને વહીવટ તંત્ર પણ ક્યારે જાગે અને તાત્કાલિક ધોરણે આવી કામગીરીને લઇ કોઈ મોટી હોનારત ના થાય તેનું ધ્યાન દોરે તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top