સંતરામપુર તા.29
સંતરામપુર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવા માગણી કરવામાં આવી હતી.
છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર, કોરબા, સુરજપુર અને સરગુજા જિલ્લાઓમાં હસદેવ જંગલ ફેલાયેલું છે. તે આદિવાસીઓની આજવિકાનું તથા વન્ય પ્રાણીઓનું નિવાસસ્થાન છે. તે અનુસૂચિત વિસ્તારમાં આવેલું છે. અહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જમીન અધિકરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અનુચ્છેદ 338 ક હેઠળ અનુસૂચિત વિસ્તારમાં માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1957 ગેરકાનૂની છે. તેવું સુપ્રીમ કોર્ટના સમતા જજમેન્ટ બનાવ આંધ્ર પ્રદેશ 1997 અનુસાર રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર અનુસૂચિત વિસ્તારમાં ખનન કરી શકાશે નહીં. પરંતુ રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર બળજબરીથી ખોટી ગ્રામસભા બનાવી ઈ- નીલામી, માઈન્ડિંગ લીસ્ટના નામ પર ગેર બંધારણીય રીતે અનુસૂચિત વિસ્તારોમાં જમીન અધિકરણ કરવામાં આવી રહી છે. તથા હસદેવ જંગલ કાપવામાં આવી રહ્યું છે. જેના કારણે પુરા ભારતના આદિવાસી સમુદાયમાં આક્રોશ છે. માટે તેનું લોક તાંત્રિક રીતે વિરોધ કરવા માટે તથા હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા સંતરામપુર મામલતદાર મારફતે રાષ્ટ્રપતિજી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
છત્તીસગઢમાં જંગલ કાપવા મુદ્દે મામલતદારને આવેદન અપાયું
By
Posted on